Surat: Kidnapping of a three-year-old girl, the incident was caught on CCTV

0

[ad_1]

સુરત: આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ ચિંતાજનક રીતે સામે આવી રહી છે, ત્યારે સુરતમાં એક આવી જ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટના બની છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મહિધરપુરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલ રુવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. બાળકીનું પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ફૂટપાથ પર વસવાટ કરે છે. દરરોજ બાળકીને રમાડવા આવતી જ મહિલાએ અપહરણ કર્યું હોય તેવો માતાનો આક્ષેપ છે. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હાલ તો સીસીટીવીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા અપહરણ કરનાર મહિલાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: CCTV Viral, Gujarat News, Surat news



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *