સુરતમાં પાંડેસરાના મહાદેવનગરમાં બે મહિના પહેલા પ્રેમ લગ્ન બાદ બીમાર પિતા સાથે રાજસ્થાન ચાલી ગયેલી પત્ની પરત ન આવતા યુવકે ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવકની પત્નીને છળ કપટથીથી રાજસ્થાન લઈ જઈ જવામાં આવી છે અને પરત ન મોકલતા યુવકે આપઘાત કરી લીધો છે. યુવતીને મામાએ પણ ધમકી આપ્યા બાદ યુવકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ યુવકની પત્ની પરત ન આવે ત્યાં સુધી બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં 25 વર્ષીય દશરથ રાજુ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. એક ભાઈ હતો જેનું અવસાન થઈ ચૂક્યું છે. દશરથ જરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યો હતો. દશરથ નજીકમાં જ રહેતી કોમલ નામની યુવતીને પ્રેમ કરતો હતો જેથી તેના સાતમી નવેમ્બરના રોજ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. દશરથની પિતરાઈ બહેન ભારતીએ જણાવ્યું હતું કે, દશરથના 7 મી નવેમબર 2024 ના રોજ પ્રેમ લગ્ન થયા હતા. જોકે લગ્ન ન થોડા સમય બાદ કોમલના પિતાની તબિયત બગડતા પરિવારે કોમલને ફોન કરીને બોલાવી લીધી હતી. બે દિવસ કોમલને હોસ્પિટલમાં રાખ્યા બાદ એક દિવસ માટે ફરી સાસરે મોકલી હતી. કોમલના પિતાને હોસ્પિટલમાંથી રજા મળતા જ મામા ઇન્દ્રરસિંગએ કોમલને ફોન કરી પિતાને વતન લઈ જવા પડશે અને તારે આવવું પડશે નહિ આવે અને તારા પિતાને કઈ થઈ જાય તો તું જ એની જવાબદાર કહી દબાણ કર્યું હતું.
એક આઠવાડિયા સુધી બીમાર પિતા સાથે વતન રાજસ્થાન ગયેલી પત્ની કોમલ સાથે દશરથનો કોઈ સંપર્ક પણ થયો ન હતો. જેથી દશરથ હતાશ થઈ ગયો હતો. કોમલના મામાને દશરથે કોલ કરતા 7જાન્યુઆરીએ સુરત આવી જશે એવું કહ્યું હતું. જ્યારે કોમલે ફોન પર પોતાને માર મરાઇ રહ્યો હોવાનું પણ પતિ દશરથને કહ્યું હતું. જેથી દશરથ વધુ ટેન્શનમાં આવી ગયો હતો. પત્ની પરત નહી આવે એવું માનીને દશરથે કચરો જ બપોરે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પતિના મૃત્યુ ની ખબર હોવા છતાં કોમલને સુરત આવવા દેવાઈ નથી. પાંડેસરાના મહાદેવનગરમાં ભાડાના મકાનમાં રહેતી કોમલના પરિવારે મકાન પણ ખાલી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પરિવાર દ્વારા મુદ્દે સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે. આ સાથે જ કોમલ જીવિત છે કે નહીં તેની પણ તેમને જાણ ન હોવાથી કોમલ અહીં પરત ન આવે ત્યાં સુધી મુદ્દે સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.