28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

Surat: હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ, પોલીસે આરોપીઓની કરી ધરપકડ


સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે મહિલા સહિત તમામ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી ક્રાઈમ બ્રાંચના નામે ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા

સુરતના ભટાર વિસ્તારના 62 વર્ષીય કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી ક્રાઈમ બ્રાંચના નામે ખોટી ઓળખ આપીને રૂપિયા 4,300 પડાવી વધુ રૂપિયા 40 હજાર માગ્યા હતા અને રૂપિયા નહીં આપે તો રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઈને વૃદ્ધ વેપારીએ ફરિયાદ આપતા અમરોલી પોલીસે રાજુ ગુજરીયા, ઋત્વિકા ગુજરીયા, રાજેશ કાથરોટિયા, વિજય માળી, તેજલ ઉર્ફે જાનવી પટેલને ઝડપી પાડ્યા હતા.

મહિલા એક ફલેટમાં લઈ ગઈ અને વૃદ્ધને ખોટી રીતે ફસાવ્યા

પોલીસે 4300 રૂપિયા, 6 ફોન અને હાથકડી કબજે કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ભટારમાં રહેતા 62 વર્ષીય કાપડ વેપારી પર 3 મહિના પૂર્વે પહેલા મેસેજ મોકલી અને બાદમાં પોતે જાનવી બોલું છું કહીને તેમને માયાજાળમાં ફસાવ્યા હતા. 24મીએ જાનવીએ વેપારીને અમરોલીના સંત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટમાં લઈ ગઈ હતી અને તે વખતે 3 લોકોએ આવી પોતાની ઓળખ ક્રાઈમબ્રાંચના માણસો તરીકે આપીને રૂપિયા 4,300 પડાવ્યા હતા.

આરોપી વિરૂદ્ધ અગાઉ ગુના નોંધાયેલા

ત્યારબાદ આ તોડબાજ ટોળકીએ વૃદ્વને કહ્યું કે આવતીકાલે 40 હજારની રકમ લઈને આવજો, રૂપિયા નહીં આપે તો મહિલા બળાત્કારની ફરિયાદ આપશે અને તમને 20 વર્ષ સુધી અંદર કરાવી દઈશું, એમ કહીને ડરાવ્યો હતો. સૂત્રધાર રાજુ ગુજરીયા સામે અગાઉ પણ છેડતી સહિતના ગુના નોંધાયા છે. રાજુ કથરોટિયા લૂંટ, ખંડણી સહિતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને વિજય માળી પણ દારૂના ગુનામાં બે વખત પકડાઈ ચૂક્યો છે.

આ ટોળકીએ 40થી વધુ યુવકોને પોતાનો શિકાર બનાવ્યા

આ વિજય માળી જ ક્રાઈમબ્રાંચનો નકલી PSI બની ધમકી આપતો હતો. કતારગામ, અમરોલી અને કામરેજ સહિત શહેરમાં હની ટ્રેપના નામે ફસાવી રૂપિયા પડાવતી 150થી વધુ ગેંગ સક્રિય હોવાની વાત સામે આવી છે. અમરોલીમાં ઝડપાયેલી ટોળકીએ અત્યાર સુધી 40થી વધુ યુવકો પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પણ વાત છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય