સુરત ક્રાઈમબ્રાંચે હત્યાના આરોપીને પકડવા સફળતા મળી છે,આરોપી 7 વર્ષે પોલીસના હાથે ઝડપાયો છે,જેમાં અમરોલી વિસ્તારમાં 7 વર્ષ પહેલાં ઓરિસ્સાવાસી યુવકની કરાઈ હતી હત્યા અને ત્યારબાદ પોલીસે હત્યા કરનાર આરોપી સીતારામ ત્રીનાથ પ્રધાનનીને ઝડપી પાડ્યો છે.ક્રાઈમબ્રાંચ પોલીસે આરોપીને બાતમીના આધારે તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી ઝડપી પાડ્યો છે અને હત્યા કરી હોવાનો ગુનો પણ કબુલી લીધો છે.
સાત દિવસમાં ઝડપાયો આરોપી
ઓરિસ્સામાં આરોપી સાથે મરનાર ચિત્રસેન નારાયણની સ્થાનિક કોઈ ચૂંટણી દરમિયાન માથાકૂટ થઈ હતી અને તેનું વેર રાખીને હત્યા કરી હતી.આ કેસમાં મુખ્ય ચાર આરોપીઓ હતા જેમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એક આરોપી ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યા છે.આ ઝડપાયેલ આરોપી સાત વર્ષથી ફરાર હતો અને તમિનલાડુ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે.યુવકની હત્યા કરવા ચાર આરોપીઓ ઓરિસ્સાથી સુરત આવ્યા હતા.
પોલીસને મળી હતી બાતમી
આ તો કેવું ગજબનું કહેવાય કે,હત્યાનો આરોપી સાત વર્ષે પોલીસના હાથે ચડયો અને સાત વર્ષ સુધી તે પોલીસ પકડથી દૂર રહ્યો સાથે સાથે અન્ય આરોપીઓ તો ઝડપાઈ ગયા છે,મહત્વનું છે કે પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે,આરોપીને ઝડપવા અલગ-અલગ લોકેશન પર પોલીસે સાત દિવસ વોચ ગોઠવી હતી અને તે વોચના આધારે તેની ધરપકડ કરી દેવામાં આવી છે,ત્યારે આગામી સમયમાં આરોપીએ કોઈ નવો કાંડ કર્યો છે કે નહી તેને લઈ પૂછપરછ ચાલુ છે.
સુરતમાં ગઈકાલે પણ થઈ હત્યા
ઉધના-મગદલ્લા રોડના પંચશીલ નગર 1 ના ઘર નં. 90 માં મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના 85 વર્ષીય બંગાલી વૃંદાવન બિસ્વાલ અને તેના પુત્ર ગાંધી વૃંદાવન બિસ્વાલ રહે છે. છેલ્લા છ-સાત મહિનાથી વતનથી માતા બંગાલી પુત્ર સાથે રહેવા આવી હતી.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કાપડના કારખાનામાં નોકરી કરતા પુત્ર ગાંધી સાથે સોમવારની સાંજે જમવા બાબતે રોજબરોજ ઝઘડો થતો હતો. બંને વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ઉશ્કેરાટમાં આવી પુત્રએ ખાંડણી દસ્તો વૃદ્ધ માતાના માથામાં મારી દીધો હતો.