માત્ર આઠ દિવસ માટે અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાં આવેલા સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા. પરંતુ બંને યાત્રીઓ સ્પેસમાં ફસાઈ ગયા છે. હવે તેઓને ધરતી પર લાવવા માટે નાસાના સ્પેસએક્સ ક્રૂ-9 મિશન લોંચ કરવા માટે પૂર્ણ તરફથી તૈયાર છે. અવકાશ યાનને ફ્લોરિડીના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી રાત્રી 10.47 વાગ્યે લોંચ કરાશે. આ મિશનની લાઈવ સ્ટ્રિમિંગ પણ કરાશે.
અગાઉ ક્રૂ-9 મિશન શરૂઆતમાં સપ્ટેમ્બર 26ના રોજ લોંચ માટે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ પર હરિકેન હેલેન દ્વારા હવામાનની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ કારણોસર મિશન મોકૂફ રાખવામાં આવ્યું હતું. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સુનિતા અને વિલ્મોરને પાછા લાવવાના મિશન પર જવાના છે.