– સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે કહ્યું, અમે 19 માર્ચે પૃથ્વી નામના ઘરે પાછાં આવીએ છીએ
– છેલ્લા આઠ મહિનાથી આઇ.એસ.એસ.માં અટવાઇ ગયેલાં બંને અવકાશયાત્રીઓ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આવશે : વજનવિહીન અવસ્થામાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના વાતાવરણમાં આવવાથી જબરી શારીરિક કસોટી થશે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બુચ વિલમોર બંને ૨૦૨૫ની ૧૯,માર્ચે પૃથ્વી પર સહીસલામત રીતે પાછાં આવે તેવું આયોજન થયું છે.