Sunita Williams: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષ 2025ની ઉજવણી કરતાં અંતરિક્ષની સુંદર તસવીરો રજૂ કરી હતી. સ્પેસ મિશન એક્સપીડિશન 72 ટીમે 2025માં પ્રવેશ કરતી વખતે 400 કિમી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યા હતા. જેથી તેમણે કુલ 16 વખત નવા વર્ષની ઉજવણી કરી હતી.
સુનિતા વિલિયમ્સ જૂન, 2024થી બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં છે. તેમને આઈએસએસ કમાન્ડર મિશન હેઠળ આઠ દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યા હતાં.