ભારતીય નૌકાદળમાં આજે જોડાશે સબમરીન 'વાગીર', આત્મનિર્ભર ભારતનું નજરાણું

0

[ad_1]

  •  અગાઉ ચાર સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી
  • MDLએ નવેમ્બર 2022માં આ પાંચમી સબમરીન નેવીને સોંપી હતી
  • વાગીર 67 મીટર લાંબી અને 21 મીટર ઊંચી છે

આજે ભારતીય નૌકાદળમાં ભારતમાં તૈયાર કરેલી સબમરીન ‘વાગીર’ (Submarine Vagir) જોડાશે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમાર(R. Hari Kumar) મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ સબમરીન ‘વાગીર’ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. તે મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે બનાવવામાં આવ્યું છે.

કલાવરી શ્રેણીની આ પાંચમી સબમરીન છે. અગાઉ ચાર સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. MDLએ નવેમ્બર 2022માં આ પાંચમી સબમરીન નેવીને સોંપી હતી. કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર દિવાકર એસએ જણાવ્યું કે, આ સબમરીન નૌકાદળ અને દેશની સુરક્ષા અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આ એક મોટું પગલું ગણી શકાય.

સબમરીનની વિશેષતાઓ શું છે

આ વાગીર 67 મીટર લાંબી અને 21 મીટર ઊંચી છે. સબમરીન પાણીની ઉપર 20 કિમી પ્રતિ કલાક અને પાણીની અંદર 40 કિમી પ્રતિ કલાકની ઝડપની ક્ષમતા ધરાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સબમરીનમાં 50 થી વધુ ખલાસીઓ અને નૌકા અધિકારીઓ ઓપરેશન કરી શકે છે. ઉપરાંત તે 16 ટોર્પિડો, આધુનિક મિસાઇલોથી સજ્જ છે.

‘વાગીર’ સબમરીન ખુબજ ઓછાં સમયમાં તૈયાર થઇ

‘વાગીર’ સબમરીન તેના નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે અને તે અત્યાર સુધીની તમામ સ્વદેશી બનાવટની સબમરીનમાં સૌથી ઓછા બાંધકામ સમયમાં પૂર્ણ થવાનું ગૌરવ ધરાવે છે. દરિયાઈ પરીક્ષણો શરૂ કરીને, 22 ફેબ્રુઆરીએ પ્રથમ સફર કરી. આ દરમિયાન તે કઠિન અને પડકારજનક દરિયાઈ અજમાયશમાંથી પસાર થઈ હતી. MDL એ 20 ડિસેમ્બર 22 ના રોજ ભારતીય નૌકાદળને સબમરીન સોંપી.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *