Covid 19 increase risk of heart disease : ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસ હવે લોકોને વધુ અસર નથી કરતો અને તેના કેસમાં પણ ઘટાડો થયો હોવા છતાં લોકો હજી પણ કોવિડ -19 ની લાંબા ગાળાની અસરોથી પરેશાન છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે.
હાલમાં કોવિડ -19 પર એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 ને કારણે હૃદયની સમસ્યાઓનું જોખમ વધી ગયું છે. હાલમાં થયેલા આ સંશોધન વિશે જણાવીએ કે કોવિડ-19 તમારા હૃદયના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે અને તમે તેનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો.