24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabadના તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ, ઉચ્ચ અધિકારીઓ જોડાયા ડ્રાઈવમાં

Ahmedabadના તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ, ઉચ્ચ અધિકારીઓ જોડાયા ડ્રાઈવમાં


અમદાવાદમાં સતત વધી રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને આજથી જ પોલીસ દ્વારા શહેરભરમાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

હિટ એન્ડ રનની વધતી ઘટનાઓને પગલે પોલીસ એલર્ટ

ઉલ્લેનખનીય છે કે હિટ એન્ડ રનની વધેલી ઘટનાઓને પગલે પોલીસ એલર્ટ થઈ છે અને આજે આખી રાત શહેરમાં પોલીસ વાહન ચેકિંગ કરશે અને કોઈ વાહનમાંથી શંકાસ્પદ વસ્તુઓ ઝડપાશે તો તેનું વાહન જપ્ત કરીને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે ગૃહમંત્રીએ તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ વાહન ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ ડ્રાઈવમાં જોડાયા

અમદાવાદમાં 12 કલાક પોલીસ ડ્રાઈવ ચાલશે અને આ પોલીસ ડ્રાઈવમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. શહેરના ઝુંડાલ સર્કલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા છે. શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને ગૃહમંત્રીના આદેશ અનુસાર 12 કલાક પોલીસ ડ્રાઈવ ચલાવવામાં આવશે.

ભાવનગરમાં પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી શરૂ

બીજી તરફ ભાવનગર પોલીસ દ્વારા પણ વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નંબર પ્લેટ વગરના વાહનો પર તવાઈ બોલાવવામાં આવશે. આ સાથે જ બ્લેક કાચવાળા વાહનચાલકોને પણ દંડવામાં આવશે. શહેરના જવેલર્સ સર્કલથી પાણીની ટાંકી તેમજ વાઘાવાડીથી સંત કવરરામ ચોક જવાના રસ્તા ઉપર પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યુ છે. મહુવા ASP અંશુલ જૈન તેમજ પાલીતાણા DYSPની આગેવાનીમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ આપેલી સૂચનાને પગલે વાહન ચેકીંગ કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય