RBI On Banking System: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બૅંકોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ફરી એકવાર ગેરરીતિઓ અટકાવવા અને બેલેન્સ શીટની પારદર્શકતા જાળવવા આંતરિક શિસ્તપાલનની માર્ગદર્શિકાને વધુ મજબૂત બનાવવા નિર્દેશ કર્યો છે. દાસે બૅંકોને પ્રોડક્ટ્સનું ગેરમાર્ગે દોરતું વેચાણ તથા યોગ્ય કેવાયસી વેરિફિકેશન વિના નવા ખાતા ખોલી આપવા જેવી અયોગ્ય કામગીરી પર અંકુશ લાદવા આંતરિક શિસ્તનો કડક અમલ કરવા કહ્યું છે.
બૅંકના કર્મચારીઓ માટે રિવોર્ડ સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે. જેમાં પ્રોત્સાહનો કાળજીપૂર્વક ડિઝાઇન કરવા જોઈએ જેથી તેઓ અનૈતિક વ્યવહાર કરવા પ્રોત્સાહિત ન થાય. બૅંકમાં ગેરરીતિની પ્રથાઓ ટૂંકા ગાળાના લાભો આપી શકે છે, પરંતુ અંતે બૅંકોએ ભોગવવું પડશે.