Rajkot News : રાજકોટ જિલ્લાના વિંછીયામાં આજે સોમવારે પોલીસે હત્યા કેસના 6 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ હત્યાના આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢવાની માગ કરી હતી. જેમાં પોલીસે કાયદા મુજબ કામ થયા અને કાયદા વિરુદ્ધ કંઈ નહીં થાય તેવું કહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ત્યારબાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે 52 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.