Rishabh Pantના કાર એક્સીડન્ટથી રહો એલર્ટ, ડ્રાઈવિંગ સમયે ન કરશો આ ભૂલો!

0

[ad_1]

  • જ્યારે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય તો ગાડી ન ચલાવો
  • લાંબા ડ્રાઈવિંગના સમયે વારંવાર બ્રેક લો
  • ડ્રાઈવિંગના સમયે પોતાને એક્ટિવ રાખો

ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો હાલમાં જ 30 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં રુડકી પાસે ડિવાઈડર સાથે કાર અથડાઈ જવાના કારણે અકસ્માત થયો. જેમાં તેઓ માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે પંતને ઊંઘ આવી જવાના કારણે અકસ્માત થયો હતો. રાતના સમયે ડ્રાઈવિંગના કારણે તમને ઊંઘ આવી જાય અને કોઈ અકસ્માત થાય તે શક્ય છે. ઠંડીની સીઝનમાં કે રાતે તમને ગાડી ચલાવતા ઊંઘ આવી જાય તે સ્વાભાવિક છે. જો તમે રાતે ડ્રાઈવિંગ કરો છો કે નવી કોઈ ટ્રિપનો પ્લાન કરી રહ્યા છો તો કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું. આ વાત તમારી સુરક્ષા માટે કામની છે.

ઊંઘ પૂરી ન થઈ હોય તો ગાડી ન ચલાવો

ટ્રિપમાં હોય કે નવી ટ્રિપ પર જવાનું હોય તો ઊંઘ પૂરી ન થઈ હોય તો ગાડી ન ચલાવો. તેને માટે તમે બ્રેક લઈને ચા કે કોફી પીને કામ ચલાવી શકો છો. જરૂરી છે કે પોતાની યાત્રાની યોજના એ રીતે બનાવો કે ડ્રાઈવ શરૂ કરતા પહેલા તમે પૂરતી ઊંઘ લો અને આરામ લઈ ચૂક્યા હોવ.

નશીલા પદાર્થોનું સેવન ટાળો

ડ્રાઈવિંગથી પહેલા કે ડ્રાઈવિંગના સમયે દવા કે નશીલી દવાનું સેવન ટાળો કેમકે તેના કારણે ઊંઘ આવે છે. તેનાથી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. એલર્જી, ખાંસીની દવાથી પણ તમને ઊંઘ આવી શકે છે. આ નાની વાતો તમારા માટે જીવલેણ બની શકે છે.

થોડા સમયાંતરે બ્રેક લો

જ્યારેતમે લાંબા સફરમાં હોવ ત્યારે તમે સતત કાર ડ્રાઈવ ન કરો. થોડા સમયે બ્રેક લેતા રહો. તમે શરીર અને મનને સમય બચાવવા માટે થકવી ન દો. આ સમયે નાના બ્રેક લેવાથી તમે ફ્રેશ થશો અને સાથે શરીર અને મગજને પણ આરામ મળશે. આમ કરવાથી ઊંઘ પણ આવશે નહીં.

સંગીતની મદદ લો

ડ્રાઈવિંગના સમયે પોતાને એક્ટિવ રાખવા માટે ગીત સાંભળવું એ સારી રીત છે. તેનાથી તમે ઘણે અંશે ઊંઘને ટાળી શકો છો. જરૂરી છે કે વધારે મોટા અવાજમાં મ્યુઝિક પણ ડ્રાઈવિંગમાં સમસ્યા લાવી શકે છે. અન્ય રીતમાં તમે ચ્યૂંઈગમ ચાવી શકો છો અને તેનાથી પાચન તંત્ર કામ કરે છે અને મગજ એક્ટિવ રહે છે.

કારમાં એકલા ડ્રાઈવિંગ કરવાનું ટાળો

ઊંઘથી બચવાની સૌથી સારી રીત એ છે કે રાતે હંમેશા એકલા ડ્રાઈવિંગ કરવાનું ટાળો, કારમાં કેટલાક અન્ય વ્યક્તિઓને સાથે રાખો. ડ્રાઈવર હોય તો તે એક્ટિવ રહે તેનું ધ્યાન રાખો. આ સિવાય જો તમે એકલા છો તો જરૂરી છે કે ઓછી સ્પીડમાં ગાડી ચલાવો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *