– નાણાંકીય વર્ષ 2024-25 ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં
– સૌથી વધુ એપ્રીલ-2024 માં રૂ. 211.7 કરોડ તથા સૌથી સપ્ટેમ્બર-2024 માં રૂ. 130.75 કરોડનુ કલેક્શન થયું
ભાવનગર : નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં ભાવનગર સ્ટેટ જીએસટીનું કલેક્શન રૂ.૧ હજાર કરોડને પાર થયું છે. ભાવનગર સ્ટેટ જીએસટીએ જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે એપ્રીલથી સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન રૂ.૧૦૩૩.૦૧ કરોડ સરકારી તિજોરીમાં ઠાલવ્યા છે. જેમાં સૌથી વધારે એપ્રીલ-૨૦૨૪માં તથા સૌથી ઓછું રૂ.૧૩૦.૭૫ કરોડનુ કલેક્શન થયું છે. કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારાઓ સામે સ્ટેટ જીએસટી વિભાગ આગામી દિવસોમાં આક્રમક રહેશે.
બોગસ બિલિંગમાં પંકાયેલું ભાવનગર ડિવિઝન જીએસટી કલેક્શન મામલે પણ સરકારની તિજોરીમાં ટેક્સ સ્વરૂપે નાણાં ઠાલવી રહ્યું છે. ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ બે ત્રિમાસિકગાળામાં એપ્રીલ થી સપ્ટેમ્બર દરમિયાન જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે કુલ રૂ.૧૦૩૩.૦૧ કરોડનું જીએસટી કલેક્શન કર્યું છે. જેમાં સૌથી વધારે એપ્રીલ-૨૦૨૪માં રૂ.૨૧૧.૭ કરોડ તથા સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં ૧૩૦.૭૫ કરોડનું જીએસટી કલેક્શન થયું છે. એકંદરે સરખામણી કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સ્ટેટ જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસોમાં ટેક્સની ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા સામે વિભાગ આક્રમક રહેશે. જ્યારે વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના ૯ માસના સમયગાળામાં રૂ.૧૭૦૧.૮૧ કરોડનું સ્ટેટ જીએસટી કલેક્શન થયું છે. આ ઉપરાંત પેટ્રોલ, ડિઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં રૂ.૨૧.૯૨ કરોડની આવક કરી છે. જેમાં સૌથી વધારે મે-૨૦૨૪માં રૂ.૪.૫૦ કરોડ અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં રૂ.૨.૮૦ કરોડનું કલેક્શન કર્યું છેે.
સ્ટેટ જીએસટી અને વેટ કલેક્શન (કરોડ રૂ.માં)
માસ |
એસજીએસટી |
વેટ |
એપ્રીલ |
૨૧૧.૭૦ |
૩.૧૨ |
મે |
૧૬૭.૯૦ |
૪.૫૦ |
જુન |
૧૯૦.૫૧ |
૪.૪૧ |
જુલાઈ |
૧૭૮.૧૯ |
૩.૬૬ |
ઓગસ્ટ |
૧૫૩.૯૬ |
૩.૪૩ |
સપ્ટેમ્બર |
૧૩૦.૭૫ |
૨.૮૦ |
કુલ |
૧૦૩૩.૦૧ |
૨૧.૯૨ |