સ્પેનના વડાપ્રધાન પેડ્રો સેન્શેઝ અને તેમના પત્ની બેગોના ગોમેઝ આજે વડોદરાના મહેમાન બન્યા છે અને સ્પેનના વડાપ્રધાનના પત્ની અને તેમના પ્રતિનિધિમંડળે પારુલ યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લીધી.
ભારતની ડાયનેમિક સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમનો અભ્યાસ બેગોના ગોમેઝે કર્યો
સ્ટુડન્ટ-સ્ટાર્ટ-અપ્સ સાથે વાર્તાલાપ કરીને ભારતની ડાયનેમિક સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમનો અભ્યાસ બેગોના ગોમેઝે કર્યો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી. ભારત અને સ્પેન વચ્ચે વધતી જતી સહકાર-સહયોગની ભાવનાને પ્રતિબિંબિત કરતી એક સીમાચિહ્નરૂપ ઘટનામાં વડોદરા ખાતેની પારુલ યુનિવર્સિટીની મુલાકાતે સ્પેનિશ સરકારના મહામહિમ વડાપ્રધાન પેડ્રો સેન્શેઝના ધર્મપત્ની બેગોના ગોમેઝે પોતાના પ્રતિનિધિમંડળ સહિત આવી પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓએ બેગોના ગોમેઝ તથા તેમના પ્રતિનિધિઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું
પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. દેવાંશુ પટેલ સહિત પારુલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા તેમજ સમગ્ર યુનિવર્સિટીના કાર્યક્રમોની વ્યાપક શ્રેણીના ડીન, ફેકલ્ટી-સભ્યો તેમજ યુનિવર્સિટીના એક્સટેન્સીવ રેન્જ પ્રોગ્રામના તમામ વિદ્યાર્થીઓ વગેરે સૌએ મહામહિમ બેગોના ગોમેઝ તથા તેમના પ્રતિનિધિઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદી અને સ્પેનના PMએ લક્ષ્મી વિલાસ પેલેસમાં કરી દ્વિપક્ષીય મંત્રણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના PMએ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં દ્વિપક્ષીય મંત્રણા કરી અને બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા અને કરોડો રૂપિયાના MOU પણ સાઈન કર્યા છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્ એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા અને લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશના વડાપ્રધાને લંચ લીધું અને પેલેસમાં લંચ લીધા બાદ PM મોદી અમરેલી જવા માટે રવાના થયા હતા.
વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમનું કર્યું ઉદ્ઘાટન
PM મોદી અને સ્પેનના PM સાંચેઝે આજે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. C-295 એરક્રાફ્ટનું ઉત્પાદનનું નિર્માણકાર્ય થશે. PM મોદીએ સ્પેનિશ ભાષામાં અભિવાદન કર્યું અને ત્યારબાદ સંબોધન કરતા કહ્યું કે ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ, ભારત-સ્પેન સંબંધોને આ કરાર મજબુતી આપશે. મેક ઈન ઇન્ડિયા મિશનને પણ મજબુતી મળશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એરબસ અને ટાટાની ટીમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઈ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે.