સાઉથ એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી

0

[ad_1]

  • સાઉથના લોકપ્રિય એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી
  • સુધીર લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો
  • સુધીરની સારવાર હૈદરાબાદની ઓસમાનિયા હોસ્પિટલમાં ચાલતી હતી

સાઉથના લોકપ્રિય એક્ટર સુધીર વર્માએ 33 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીએ ઝેર પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તબિયત વધુ બગડતા તે હૈદરાબાદમાં પોતાના સંબંધીના ઘરે ગયો હતો અને ઝેર પીધું હોવાનું કહ્યું હતું. ત્યારથી સુધીરની સારવાર હૈદરાબાદની ઓસમાનિયા હોસ્પિટલમાં ચાલતી હતી. જોકે, તેને બચાવી શકાયો નહીં. સુધીરને કામ નહીં મળવાને કારણે ડિપ્રેશનમાં હતો. તબિયત વધુ બગડતા સુધીરને 21 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. અહીંયાં તેની સારવાર ચાલતી હતી, પરંતુ 23 જાન્યુઆરીએ તેનું અવસાન થયું. એક્ટર સુધાકર કોમકુલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને સુધીરના મોતના સમાચાર આપ્યા હતા.મીડિયા રિપોર્ટ્સના મતે, સુધીર લાંબા સમયથી સારો રોલ અને કામ નહીં મળવાને કારણે ડિપ્રેશનમાં હતો. આ જ કારણે તેણે આત્મહત્યા જવું પગલું ભર્યું છે. સુધીરે 2013માં ફિલ્મ સ્વામી રારાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેને ખળી ઓળખ કુંદનપુ બોમ્માથી મળી હતી. સુધીર વર્માના મિત્ર તથા કો-સ્ટાર સુધાકરે સોશિયલ મીડિયામાં શ્રાદ્ધાંજલિ પાઠવી હતી. તેણે કહ્યું હતું કે, કેટલો પ્રેમાળ અને સારો વ્યક્તિ. તમારી સાથે કામ કરવાની મજા આવી. હજી વિશ્વાસ નથી બેસતો કે તમે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *