23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagarના દહેગામમાં જમાઈએ સાસરીપક્ષના 2 લોકોની કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો

Gandhinagarના દહેગામમાં જમાઈએ સાસરીપક્ષના 2 લોકોની કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો


ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં મદારી નગરમાં રહેતા દંપતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી અને જે તકરારે ગઈકાલે ઉગ્રરૂપ ધારણ કર્યું હતું અને ખૂની ખેલ ખેલાયો હતો જેમાં જમાઈ અને તેના સાગરિતોએ સાસરી પક્ષ ઉપર ખૂની હુમલો કર્યો હતો જેમાં સાળા સહિત બેની હત્યા થઈ છે જ્યારે 13 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આ ઘટના સંદર્ભે હાલ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથધરી હતી.

સમાજના પંચની સામે થઈ હત્યા

દહેગામના મદારી નગરમાં રહેતા જાનનાથ જીજુનાથ મદારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરીનાં લગ્ન વનરાજ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી સાથે થયા હતા આ લગ્નથી તેમને બે જોડિયા બાળક છે વનરાજને અન્ય એક મહિલા સાથે અવૈદ્ય સંબંધો હોવાથી છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે જે બાબતે જે તે વખતે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો જે બાદ વનરાજે તેમના ઘરમાં તોડફોડ પણ કરી હતી એકાદ મહિના અગાઉ ફરીવાર ઝઘડો થતાં વનરાજે પણ ફરિયાદ દાખલ કરાવી હતી જે બાબતે સામાજિક રીતે વનરાજ સાથે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તે પ્રેમિકાને છોડવા માગતો ન હતો અને દીકરીને ત્રાસ આપતો હતો જેના લીધે ગભરાઈને દહેગામ છોડી કપડવંજ જતાં રહ્યા હતા નોંધાયેલા ગુના સંદર્ભે ગઈકાલે પોલીસ સ્ટેશને હાજર થવા માટે બધા ગયા હતા એ વખતે સમાજનું પંચ પણ એકઠું થયું હતું પરંતુ ઝઘડાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું.

સારવાર દરમિયાન થયું મોત

મૃતક સચિન સહિત અન્ય લોકો અલગ અલગ વાહનોમાં પરત ઘરે ફરી રહ્યા હતા જ્યાં ઊંટડિયા મહાદેવ રોડ ઉપર વનરાજ અને તેના સાગરીતોએ તેમના વાહનોને આંતરી એક વાહન ઉપર હુમલો કર્યો હતો જેનાં કારણે વાહન રોડની રેલિંગનાં પતરામાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયો ત્યારે જમાઈ વનરાજ મદારી સહિતના તેના મળતિયા આવી ગયા હતા અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો બાદમાં બધા ત્યાંથી ભાગી ગયા હતા આ હુમલામાં તકલીબેન પિપલનાબ મદારી, કલાબેન દામુનાથ મદારી, રાજુનાથ દિલીપનાથ મદારી, પૃથ્વીરાજ વનરાજભાઈ મદારી, સચિન મદારી, ધારાનાથ મદારી, મુન્નાનાથ મદારી, એરનબેન મદારી, નેતલ મદારી, જગનાથ મદારી, અનંત મદારી, મુન્નાનાથ મદારીને ઈજાઓ થઈ હતી.જ્યાં સચિન મદારી અને પંચના માણસ મુન્નાનાથ મદારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

સાસરી પક્ષ ઉપર ખૂની હુમલો કરનાર આરોપી વનરાજનાથ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી સામે ગાંધીનગર ઉપરાંત રાજ્યભરના અલગ અલગ પોલીસ મથકોમાં બાવાનો વેશ ધારણ કરીને લોકો સાથે છેતરપિંડી કરવાના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વનરાજ સહિત અન્ય સાત આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે અને પોલીસ હાલ આરોપીને પકડવાના ચક્રોગતિમાન શરૂ કર્યા છે ઉલ્લેખનીય છે કે ,થોડા સમય અગાઉ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી હાલ આ હત્યા સહિતના ગુનામાં પોલીસ તેને હવે શોધી રહી છે.

આરોપીઓના નામ

વનરાજનાથ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી

રાહુલનાથ કંચનાથ મદારી

અકબરનાથ નટવરનાથ મદારી

સુનિલનાથ દિવાનનાથ મદારી

નરેશનાથ ઉર્ફે એચ્યો સમજુનાથ મદારી

રાહુલનાથ ઢાલનાથ મદારી

રાજુનાથ નટવરનાથ મદારી



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય