Somwati Amavasya 2024: સોમવારેના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે. આ વખતે સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે. સોમવતી અમાવસ્યા વર્ષમાં બે વાર આવે છે.
એવી માન્યતા છે કે, અમાવસ્યા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે.