શિલજના સ્વાગત ગ્રીન વિલેજ-૨માં તસ્કરો ત્રાટક્યા : બાથરૂમની ગ્રીલ તોડી તસ્કરો 18 લાખના દાગીના ચોરી ગયા

0


Updated: Jan 25th, 2023

અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

શિલજ સર્કલ પાસે આવેલા સ્વાગત ગ્રીન વિલેજ-૨ બંગલોમાંથી તસ્કરો બાવીસ દીવસ પહેલા ૧૮ લાખની મત્તાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ ચોરીની ફરિયાદ ૨૨ દીવસ બાદ નોંધાવતા બોપલ પોલીસે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બંગલોમાં રહેતું દંપતી બાળકોને લઈને દૂબઈ ફરવા ગયું હતું. ઘરે સાસુ-સસરા અને નોકરની હાજરી વચ્ચે તસ્કરો બાથરૂમની ગ્રીલ તોડી બંગલોમાં પ્રવેશ્યા હતા. 

પતિ-પત્ની બાળકોને લઈને દૂબઈ ફરવા ગયા હતાઃ સાસુ-સસરા અને ઘરઘાટી બંગલોમાં હતા

શિલજમાં રહેતાં સોનિયાબહેન વિજયભાઈ પટેલ (ઉં,૩૮)એ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જે મુજબ ગત તા.૨૬-૧૨-૨૦૨૨ થી ૨-૧-૨૦૨૩ના સમય દરમિયાન ફરિયાદી તેમના પતિ અને બાળકો દૂબઈ ફરવા માટે ગયા હતા. ફરિયાદીના ઘરે તેમના સાસુ-સસરા અને ઘરઘાટી હાજર હતા. ગત તા.૧લી જાન્યુઆરીના રોજ ફરિયાદીના ઉપરના માળે આવેલા બેડરૂમમાં આવેલા બાથરૂમમાંથી પાણીનો અવાજ આવતો હોઈ સાસુએ ચાવીથી દરવાજો તપાસ કરતા બાથરૂમની ગ્રીલ કાચ કાઢી તુટેલી હાલતમાં હતી. ફરિયાદીના સાસુએ બેડરૂમનો સામાન ચેક કરતા તિજોરીમાંથી તસ્કરો સોના-ચાંદીના અને હિરાજડીત દાગીના ચોરી ગયા હતા. બનાવ અંગે ફરિયાદી અને તેમના પતિને જાણ કરતા તેઓ બીજા દીવસે રાત્રે ઘરે પહોંચ્યા હતા. તપાસ કરતા ઘરમાંથી તસ્કરો ૧૭.૮૦ લાખની મત્તાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. દાગીનાનું બિલ આવ્યા બાદ ફરિયાદીએ સોમવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ૨૨ દીવસ બાદ ફરિયાદ કરી હતી. Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *