સ્મિથે ચોથી વખત એલન બોર્ડર મેડલ જીત્યો

0

[ad_1]

  • ડેવિડ વોર્નર (વન-ડે), સ્ટોનિસ (ટી20) તથા ખ્વાજા (ટેસ્ટ) પણ સન્માનિત થયા
  • ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર બેથ મૂનીએ બીજી વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ હાંસલ કર્યો
  • સ્મિથે આ પહેલાં 2015, 2018 અને 2021માં પણ આ મેડલ જીત્યો હતો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સમાં અનુભવી બેટ્સમેન તથા ભૂતપૂર્વ સુકાની સ્ટિવ સ્મિથે ચોથી વખત એલન બોર્ડર મેડલ જીતીને રિકી પોન્ટિંગ તથા માઇકલ ક્લાર્કની બરોબરી કરી હતી. સ્મિથને 171 વોટ હાંસલ થયા હતા. તેણે ટ્રેવિસ હેડને 144 વોટથી હરાવ્યો હતો. સ્મિથે આ પહેલાં 2015, 2018 અને 2021માં પણ આ મેડલ જીત્યો હતો.

33 વર્ષીય સ્મિથનું 50 ઓવરની ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું પરંતુ તે મેન્સ વન-ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડમાં ડેવિડ વોર્નર સામેની રેસ હારી ગયો હતો. આ રીતે ટી20 ફોર્મેટનો એવોર્ડ માર્કસ સ્ટોનિસે જીત્યો હતો. ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને 12 મહિના શાનદાર પ્રદર્શન બાદ મેન્સ ટેસ્ટ ક્રિકેટર તરીકે શેન વોર્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વિમેન્સમાં બેથ મૂનીએ પોતાનો બીજો બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ જીત્યો હતો. ત્રણેય ફોર્મેટમાં સતત સારો દેખાવ કર્યા બાદ તેને ઓસ્ટ્રેલિયાની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ અપાયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *