Surat Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને શિયાળાની ઠંડીથી રક્ષણ આપવા માટે સ્વેટર આપે છે, પરંતુ પાલિકાના અણઘડ વહીવટના કારણે આ વખતે શિયાળાના બદલે કર્મચારીઓને ઉનાળામાં સ્વેટર મળે તેવા સંજોગો ઉભા થયાં છે. સુરત પાલિકા 1.20 કરોડના ખર્ચે સ્વેટર ખરીદવા માટે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જોકે, ટેન્ડરની શરતો 60 દિવસમાં સ્વેટર સપ્લાય કરવાની શરત હોવાથી આ સ્વેટર શિયાળાના બદલે કર્મચારીઓને ઉનાળામાં મળશે તે નક્કી છે.
સુરત પાલિકાના વર્ગ ચારમાં ફરજ બજાવતાં પુરૂષ પટાવાળા, વોર્ડ બોય, બેલદાર, સ્વીપર સહિત વાયરમેન અને ફાયર વિભાગના પુરૂષ-મહિલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ગત નવેમ્બર મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.