એન્ડ્રોઇડના નવા વર્ઝન માટે સ્માર્ટફોન મેકર્સમાં હોડ જામી

0

[ad_1]

  • એન્ડ્રોઇડના ડિસ્ટ્રીબ્યુશનના સતત આંકડાઓ આપવામાં આવતા નથી
  • નવા વર્ઝનની ડિવાઇસીસની સંખ્યા વધવાની સાથે જૂના વર્ઝનમાં ઘટાડો નોંધાઇ રહ્યો
  • Android Oreo ઘટીને 10 % ઓછો થયો છે

ઘણીય સ્માર્ટફોન કંપનીઓ એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમને પોતાની ડિવાઇસીસમાં રિલીઝ કરવાની તડામાર તૈયારીમાં છે. એન્ડ્રોઇડને ડેવલપ કરનારા ગૂગલે જણાવ્યું છે કે, આ નવું વર્ઝન લાખો સ્માર્ટફોનમાં ચાલે છે. આ વર્ઝન લગભગ પાંચ મહિના પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. Android OSનું નવું વર્ઝન આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારી તમામ ડિવાઇસમાં લગભગ 5.2 % પર છે. જોકે, આ સંખ્યા મોટી નથી પણ આ વર્ઝનના કેટલાક મહિના પહેલાં રિલીઝ થવાની બાબતથી એવું કહી શકાય કે, પાAળનાં કેટલાંક વર્ષોમાં ગૂગલ તરફથી એન્ડ્રોઇડના ડિસ્ટ્રીબ્યુશનના સતત આંકડાઓ આપવામાં આવતા નથી. એન્ડ્રોઇડ સ્ટુડિયોએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસ મેન્યુફેક્ચરર્સ ખૂબ જ ઝડપથી આ ઓપરેટિંગ સિસ્ટમને જોડી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એન્ડ્રોઇડ 12 અને એન્ડ્રોઇડ 12એલ કુલ ડિવાઇસીસમાં 18.9 % પર છે. જેમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. તેના નવા વર્ઝનની ડિવાઇસીસની સંખ્યા વધવાની સાથે જૂના વર્ઝનમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. Android Oreo ઘટીને 10 % ઓછો થયો છે. તે સિવાય KitKAt ગત વર્ષમાં 0.9 % ઘટીને 0.7 % ડિવાઇસમાં જોવા મળે છે. સેમસંગ, ગૂગલ અને વનપલ્સ જેવા સ્માર્ટફોન બ્રાન્ડ્સને Android OSની સાથે લૉન્ચ કરી રહ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *