શ્રીલંકાએ બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને ઇનિંગ્સ અને 154 રને હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ શ્રીલંકાએ સિરીઝ 2-0થી જીતી લીધી છે. ગાલેમાં રમાયેલી બીજી મેચમાં પણ શ્રીલંકન ટીમના સ્પિન બોલરોએ પોતાની પ્રતિભા દેખાડી હતી. પ્રભાત જયસૂર્યા પ્રથમ દાવમાં શાનદાર હતો, જ્યારે ડેબ્યૂડેન્ટ નિશાન પેરિસે બીજી ઇનિંગમાં કમાલ કર્યો હતો. તેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે 25 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ઉપુલ ચંદનાને છોડ્યો પાછળ
ગાલે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ઇનિંગમાં નિશાન પેરિસે 170 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટમાં પોતાની ડેબ્યૂ મેચ રમીને શ્રીલંકા માટે ચોથો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી બની ગયો છે. તેણે ઉપુલ ચંદનાનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ઉપુલ ચંદનાએ 1999માં પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે પાકિસ્તાન સામે 179 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ યાદીમાં પહેલું નામ પ્રભાત જયસૂર્યાનું છે. તેણે 2022માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 18 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે આ યાદીમાં બીજું નામ પ્રવીણ જયવિક્રમાનું છે.
શ્રીલંકા માટે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ
- પ્રભાત જયસૂર્યાએ 18 રનમાં 6 વિકેટ (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વર્ષ 2022)
- પ્રવીણ જયવિક્રમાએ 92 રનમાં 6 વિકેટ (વિરુદ્ધ બાંગ્લાદેશ, વર્ષ 2021)
- પ્રભાત જયસૂર્યાએ 59 રનમાં 6 વિકેટ (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વર્ષ 2022)
- નિશાન પેરિસ 170 રનમાં 6 વિકેટ (ન્યુઝીલેન્ડ વિરુદ્ધ, વર્ષ 2024)
- ઉપુલ ચંદનાએ 179 રનમાં 6 વિકેટ (પાકિસ્તાન વિરુદ્ધ, વર્ષ 1999)
ન્યૂઝીલેન્ડ સામે 15 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતી
શ્રીલંકાએ બીજી વખત ન્યૂઝીલેન્ડને ઇનિંગ્સના માર્જિનથી હરાવ્યું છે. આ પહેલા તેઓ 1998માં ગાલેમાં એક ઇનિંગ્સ અને 16 રનથી હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 40 સિરીઝ રમાઈ છે. 15 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ અગાઉ 2009માં ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે 2-0થી હરાવ્યું હતું.