જોશીમઠમાં પરિસ્થિતિ વણસી, 800થી વધુ ઈમારતોમાં તિરાડો, 165 ડેન્જર ઝોનમાં

0

[ad_1]

  • જોશીમઠમાં તિરાડોવાળી ઇમારતોની સંખ્યા 849 પર પહોંચી
  • રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરીએ આ અંગે આપી માહિતી
  • 237 પરિવારોના 800 સભ્યોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડાયા

જોશીમઠ હાલમાં મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. અહીના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલનની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. ઘરોમાં તિરાડોની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે તિરાડોવાળી ઇમારતોની સંખ્યા વધીને 849 થઈ ગઈ છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત સિંહાએ આ અંગે માહિતી આપી છે.

સેક્રેટરી રણજિત સિંહાએ જણાવ્યું છે કે સોમવારે જોશીમઠમાં તિરાડોવાળી ઇમારતોની સંખ્યા 849 પર પહોંચી ગઈ છે. તેમાંથી 165 ઇમારતો સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી છે. સચિવે કહ્યું કે અત્યાર સુધીમાં 237 પરિવારોના 800 સભ્યોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

વધુ બે હોટલ સંપૂર્ણપણે નમેલી છે

મળતી માહિતી મુજબ, અસુરક્ષિત જાહેર કરાયેલી બે હોટલ ‘મલારી ઇન’ અને ‘માઉન્ટ વ્યૂ’ને તોડી પાડવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ દરમિયાન વધુ બે હોટલો ‘સ્નો ક્રેસ્ટ’ અને ‘કોમેટ’ પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ છે અને એકબીજા તરફ નમેલી છે, જેને જોતા બંને હોટેલોને ખાલી કરાવવામાં આવી છે. સ્નો ક્રેસ્ટના માલિકની પુત્રી પૂજા પ્રજાપતિ કહે છે કે પહેલા બંને હોટલ વચ્ચેનો તફાવત ચાર ફૂટ જેટલો હતો, પરંતુ હવે તે ઘટીને થોડા ઈંચ થઈ ગયો છે અને તેમની છત લગભગ એકબીજાને સ્પર્શી રહી છે.

190 પરિવારોને વળતર મળ્યું

સચિવ રણજિત સિંહાએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ સરકાર તરફથી 190 અસરગ્રસ્ત પરિવારોને વચગાળાની સહાય તરીકે રૂ.2.85 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 237 પરિવારોના 800 સભ્યોને અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. સેક્રેટરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સ્તરે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇમારતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ક્રેક મીટર લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 400 મકાનોના નુકસાનનું આકલન કરવામાં આવ્યું છે.

પાણીના લિકેજમાં ઘટાડો

રણજીત સિંહાએ કહ્યું કે વાડિયા સંસ્થા દ્વારા જોશીમઠમાં ત્રણ સિસ્મિક સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જેમાંથી ડેટા પણ મેળવવામાં આવી રહ્યો છે. તેમણે જમીનમાંથી પાણીના લીકેજમાં થયેલા ઘટાડા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે 2 જાન્યુઆરીથી જેપી કોલોનીમાં સતત કાદવવાળું પાણી વહી રહ્યું છે. અગાઉ પાણીનું લીકેજ પ્રતિ મિનિટ 540 લીટર હતું. જો કે હવે તે ઘટીને 163 લિટર પ્રતિ મિનિટ થઈ ગયું છે. આ પહેલા પણ લીકેજમાં થોડો ઘટાડો નોંધાયો હતો પરંતુ રવિવારે તેમાં ફરી વધારો થતાં વહીવટીતંત્રની ચિંતા વધી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *