મુંબઈ : વર્તમાન નવેમ્બર મહિનામાં દેશમાં આર્થિક પ્રવૃત્તિ ખાસ કરીને સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત જોવા મળી રહી છે. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી પર નવેમ્બરના તૈયાર કરાયેલા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ ૫૯.૫૦ રહ્યો છે જે ઓકટોબરમાં ૫૯.૧૦ રહ્યો હતો. નવેમ્બર મહિનાની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીનો આ સંયુકત ઈન્ડેકસ અંદાજ આપે છે.