Ginger Tea Side Effects: આદુવાળી ચાનું નામ સાંભળતા જ ચા પીવાની ઈચ્છા થવા લાગે છે. સવારે, બપોર કે સાંજે ગમે ત્યારે એક કપ આદુવાળી ચા મળે તો આખો મૂડ ફ્રેશ થઈ જાય છે. ખાસ ઠંડીમાં લોકો ચામાં વધુ આદુ નાખતા હોય છે. શિયાળામાં આદુવાળી ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. જેમકે આદુની તાસીર ગરમ હોવાથી શિયાળામાં આદુવાળી ચા પીવાથી સિઝનલ બીમારીમાંથી આરામ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પણ અમુક લોકોને આનાથી નુકસાન પણ થાય છે.