– સામાન્ય અને પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ
– ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.3 ની એક બેઠક માટે 6 ફોર્મ ઉપડયાં, તાલુકા પંચાયતની 5 બેઠક પર પેટા ચૂંટણી માટે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ઉપડયું
ભાવનગર : ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણી માટેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થયાની સાથે જ ફોર્મ ઉપાડવાના પણ શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૪૭ ફોર્મ ઉપડયા છે. તો મહાપાલિકાની એક બેઠક પરની પેટા ચૂંટણી માટે છ ફોર્મનો ઉપાડ થયો હતો.