બેંગલુરૂમાં મંદિરના પુજારી પર મહિલા થુંકતા ઢોર માર માર્યો, ચોંકાવનારો વીડિયો

0

[ad_1]

  • આ વીડિયોમાં એક કર્મચારી એક મહિલાને ઢોર માર મારે છે
  • મહિલાએ 5 જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
  • સ્થાનિકોનો દાવો – મહિલા માનસિક રીતે અસ્વસ્થ

બેંગલુરૂમાં એક મંદિરમાં ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કર્મચારી એક મહિલાને ઢોર માર મારે છે વાળથી પકડીને ઢસડે છે અને દિવાસ સાથે માથુ અથડાવે છે. આ ઘટના 21 ડિસેમ્બરની છે.

જોકે, મહિલાએ 5 જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કહ્યું કે મંદિરમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને મંદિરની બહાર ખેંચી લેવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 323, 324, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધી છે.

ભગવાન વેંકટેશ્વરની પત્ની હોવાનો દાવો કર્યો હતો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા દાવો કરી રહી છે કે તે ભગવાન વેંકટેશ્વરની પત્ની છે. તે મૂર્તિની બાજુમાં બેસવા માંગતી હતી. પરંતુ, પૂજારીએ તેને ત્યાં બેસવા ન દીધી. જ્યારે તેણે મહિલાને મંદિરની બહાર જવા કહ્યું તો મહિલા પૂજારી પર થૂંકી હતી.

સ્થાનિકોનો દાવો – મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે

આ પછી મંદિરના કર્મચારીઓએ મહિલાને માર માર્યો અને તેને મંદિરની બહાર ખેંચી ગયો. સ્થાનિક લોકોનો દાવો છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે, ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

તમને જણાવી દઈએ કે આ મામલો 21 ડિસેમ્બરે સામે આવ્યો હતો. પરંતુ ગુરુવારે જ મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલે પોલીસે આઈપીસીની યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો મહિલાની ભૂલ કહી રહ્યા છે તો કેટલાક મંદિર પ્રશાસનના વલણને યોગ્ય ઠેરવી રહ્યા નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *