સાનિયા મિર્ઝા ભાવુક: ફેરવેલમાં પતિનું નામ ના લીધું, શોએબ મલિકે કરી Tweet

0

[ad_1]

  • AUS ઓપન ફાઇનલ ફેરવેલ મેચ રહી
  • રિટાયરમેન્ટના ભાષણમાં પતિનું નામ ના લીધું
  • શોએબ મલિકે ટ્વીટ કરીને પોતાના દિલની વાત કહી

ભારતના સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં દેશબંધુ રોહન બોપન્ના સાથે મિશ્ર ડબલ્સમાં રનર-અપ સાથે તેની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીને પૂરી કરી. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન તેમણે તેમના પતિ શોએબ મલિકનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.આ દરમિયાન સાનિયાએ કહ્યું કે તેમની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીનો અંત લાવવા માટે આનાથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા પુત્રની સામે ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમીશ. એટલા માટે તે મારા માટે ખાસ છે. સાનિયા અને બોપન્નાની બિનક્રમાંકિત જોડીનો રોડ લેવર એરેના ખાતે રમાયેલી ફાઇનલમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે 6-7, 2-6થી પરાજીત થયા હતા.

એવી ચર્ચા હતી કે પાવર કપલે એકબીજા સાથે છૂટાછેડા લીધા છે. સાનિયાએ નામ ના લીધું છતાં શોએબ મલિકે તેની બેગમ માટે એક ટ્વીટ કર્યું અને તેને એક પ્રેરણાસ્ત્રોત ગણાવી. શોએબ મલિકે ટ્વીટ કર્યું, ‘તું રમનારી દરેક મહિલા માટે પ્રેરણા છે. તે તારી કારકિર્દીમાં જે કંઈ કર્યું છે તેના માટે તારા પર ગર્વ છે. તું ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. આવી જ રીતે હંમેશા મજબૂત બની રહેજે. અદ્ભુત કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન.

સાનિયાએ કહ્યું, ‘મેં અહીં 2005માં 18 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી અને પછી હું સેરેના વિલિયમ્સ સામે રમી હતી. હું અહીં વારંવાર આવવાનું અને કેટલીક ટુર્નામેન્ટ જીતવામાં સૌભાગ્ય મળ્યું.’ તેમના પુત્ર ઇઝાન અને પરિવારના અન્ય સભ્યોની હાજરીએ આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો. સાનિયાએ કહ્યું, ‘હું રડીશ તો તે ખુશીના આંસુ હશે. મારે હજુ બે વધુ ટુર્નામેન્ટ રમવાની છે. મારી કારકિર્દી મેલબોર્નમાં શરૂ થઈ હતી.

સાનિયાએ તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે, જેમાં ત્રણ વિમેન્સ ડબલ્સમાં અને એટલા જ મિક્સ ડબલ્સમાં સામેલ છે. સાનિયાએ મહેશ ભૂપતિ સાથે મળીને 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *