Shehnaaz Gill Weight Loss Journey: ‘બિગ બોસ 13’થી લોકોના દિલમાં રાજ કરનારી શહેનાઝ ગિલ હંમેશા ચર્ચામાં રહે છે. આ શો માંથી નીકળ્યા બાદ એક્ટ્રેસે ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું, જેણે બધાને ચોંકાવી દીધા હતા. શહેનાઝ ગિલના ગજબના ટ્રાન્સફોર્મેશને જોઈને તમામ લોકો એ જાણવા માગતા હતા કે, આખરે તેણે માત્ર 6 મહિનામાં 55 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું. હવે એક્ટ્રેસે શિલ્પા શેટ્ટી સાથે કરેલી એક વાતચીતમાં જણાવ્યું કે, તેણે કોઈ પણ મોંઘા ડાયટ પ્લાન અને સપ્લીમેન્ટ્સ વિના કેવી રીતે વજન ઘટાડ્યું. તેની રીત એકદમ સિમ્પલ અને દેશી હતી. તો ચાલો જાણીએ કે શહેનાઝે આટલી ઝડપથી કેવી રીતે વજન ઘટાડ્યું.