સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહની શરૂઆત શાનદાર તેજી સાથે થઇ. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા.શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિની શાનદાર જીત બાદ સોમવારે સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને તે શાનદાર ઓપનિંગ બતાવવામાં સફળ રહ્યો છે.ત્યારે 9.30 કલાકે ઓપનિંગ સ્થિતિની વાત કરીએ તો, સેન્સેક્સ 1,317 પોઇન્ટના ઉછાળા સાથે 80,434 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 421 પોઇન્ટના ઉછાળા સાથે 24,328 અંકે ખૂલ્યો હતો.
બેંક નિફ્ટીમાં શાનદાર તેજી
બેન્ક નિફ્ટી અને નિફ્ટી બંને જબરદસ્ત હરિયાળી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બેન્ક, આઈટી સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. પ્રી-ઓપનમાં જ માર્કેટમાં જોરદાર ગતિ સાથે ટ્રેડિંગ ખુલ્યું હતું. બેન્ક નિફ્ટીએ આજે જબરદસ્ત મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે અને તે 1027.55 પોઈન્ટ્સ અથવા 2.01 ટકાના વધારા સાથે 52,162ના સ્તરે જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને PNBમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.