કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તોફોની તેજી જોવા મળી રહી છે. ગઇકાલે મોટો ઘટાડો નોંધાયા બાદ આજે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બપોરે 3.30 કલાકે માર્કેટ બંધ થવાની સ્થિતિ જોઇએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 759 પોઇન્ટ વધીને 79,746 અંક પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 216 પોઇન્ટના વધારા સાથે 24,131 પર બંધ થયો હતો.
માર્કેટ અપ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. ગુરુવારે મોટા ઘટાડા પછી રોકાણકારો શુક્રવારે પાછા ફર્યા ત્યારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો વધારો થયો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 759.05 (0.96%) પોઈન્ટ ના વધારા સાથે 79,802.79 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ, નિફ્ટી 216.95 (0.91%) પોઈન્ટ ઘટીને 24,131.10 પર આવી ગયો. એરટેલ અને સન ફાર્માના શેર અનુક્રમે 4% અને 3% વધ્યા હતા.
સેન્સેક્સ ટોપ ગેઇનર્સ
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ભારતી એરટેલ, સન ફાર્મા, M&M, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સેન્સેક્સના ટોપ-5 ગેઇનર્સ હતા. આ ઉપરાંત રિલાયન્સ, L&T, HUL, JSW સ્ટીલ, ટાઇટન, ICICI બેંક, મારુતિ, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, TCS, NTPC, HCL ટેક, બજાજ ફિનસર્વ, કોટક બેંક, ITC, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરમાં પણ વધારો થયો હતો.
સેન્સેક્સ ટોપ લુઝર્સ
બીજી તરફ, સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 – પાવર ગ્રીડ, નેસ્લે ઈન્ડિયા અને SBI લાલ નિશાનમાં બંધ થયા છે. તેમાંથી પાવર ગ્રીડ સૌથી વધુ 1.23 ટકા તૂટ્યું હતું. નેસ્લે ઈન્ડિયા અને SBIના શેરમાં અનુક્રમે 0.07 અને 0.05 ટકાનો ઘટાડો થયો હતો.