વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર, બુધવારે થવા જઈ રહ્યું છે. સર્વ પિતૃ અમાસ અને પિતૃપક્ષની સમાપ્તી સાથે સૂર્ય પુત્ર શનિદેવ તેના નક્ષત્રમાં ફેરફાર કરશે. સૂર્યગ્રહણ પછી, શનિનું નક્ષત્ર બદલાશે જે બપોરે 12:10 વાગ્યે થશે. આ સમયગાળા દરમિયાન શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
શુક્રવાર, 27 ડિસેમ્બર સુધી શનિ રાહુના નક્ષત્રમાં રહેશે. 27મી ડિસેમ્બરે રાત્રે 10:42 કલાકે બીજા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યગ્રહણ પછી નક્ષત્રમાં ફેરફાર 12માંથી 3 રાશિને ખુબજ લાભ અપાવશે
શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. આ કારણે દરેક રાશિના લોકોના જીવનમાં શનિનો પ્રકોપ લાંબા સમય સુધી રહે છે. શનિ દેવ આ વખતે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. શનિ 3 ઓક્ટોબરે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. કેટલીક રાશિના લોકોને તેમના મિત્ર રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી લાભ થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે 3 ઓક્ટોબરથી દિવસો બદલાશે. શનિના નક્ષત્ર પરિવર્તનથી તમારા જીવનમાં સુધારો થવાની અપેક્ષા છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે, આર્થિક તંગીમાંથી રાહત મળી શકે છે અને નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન અનેક રીતે લાભદાયી રહેશે. તમને નાણાકીય લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની વાત થઈ શકે છે. વેપારીઓને વેપારમાં પ્રગતિ મળી શકે છે. સંબંધોમાં મધુરતા વધશે. સમજી વિચારીને લીધેલો નિર્ણય તમારા માટે ફાયદાકારક રહેશે. કાર્યમાં સફળતા મેળવવા માટે થોડો પ્રયાસ કરવો પડશે. રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ તમારા માટે નવી તકો લાવી શકે છે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ ફળદાયી રહેશે. તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે. તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારીઓને વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. તમારું કામ સારું રહેશે.