શનિદેવનું રાશિ પરિવર્તન : કુંભમાં પ્રવેશ સાથે સારા-નરસા પરિણામો આપશે

0

[ad_1]

  • ન્યાયાધીશ ગણાતા શનિનો અનુરાધા નક્ષત્રમાં કુંભ રાશિમાં પ્રવેશ
  • કર્ક-વૃશ્વિક રાશિની નાની, મકર, કુંભ અને મીનની મોટી પનોતી રહેશે
  • ગત 12 જુલાઇ-2022ના રોજ શનિદેવે મકર રાશિમાં વક્રગતિથી પ્રવેશ કર્યો

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ ગ્રહોમાં ન્યાયાધીશ ગણાતા એવા શનિદેવનું મંગળવારે રાશિ પરિવર્તન થવાની સાથે જ વિવિધ રાશિ જાતકોને સારા-નરસા પરિણામો આપશે. શનિદેવે અનુરાધા નક્ષત્રમાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન કર્ક અને વૃશ્વિક રાશિની નાની, જ્યારે મકર, કુંભ અને મીન રાશિની મોટી પનોતી રહેશે. શનિદેવનો કુંભ રાશિમાં પ્રવેશ થતાની સાથે જ વિવિધ રાશિ જાતકો માટે અલાયદું ફળ આપશે એવો મત જ્યોતિષીએ આપ્યો હતો.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિવિધ ગ્રહો પૈકી શનિદેવની પનોતી સૌથી આકરી ગણવામાં આવે છે. શનિની સાડા સાતી પનોતી ચિંતાજનક માનવામાં આવે છે. દરમિયાન મંગળવારે શનિદેવે રાશિ પરિવર્તન સાથે જ વિવિધ રાશિ જાતકોની ચિંતા વધારી દીધી છે. ગત 12 જુલાઇ-2022ના રોજ શનિદેવે મકર રાશિમાં વક્રગતિથી પ્રવેશ કર્યો હતો. જ્યારે હવે પોષ વદ-10ના મંગળવારે 17 જાન્યુઆરીએ સાંજે 5.50 વાગ્યે શનિદેવે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે ચંદ્ર વૃશ્વિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં હશે.

પાંચ રાશિ માટે પનોતી કેવી રહેશે

  • કર્ક રાશિ માટે નાની પનોતી રૂપાના પાયે હોય લક્ષ્મીદાયક સાબિત થશે
  • વૃશ્વિક રાશિ માટે નાની પનોતી સોનાના પાયે હોય ચિંતાદાયક રહેશે
  • મકર, કુંભ અને મીન રાશિ માટે મોટી પનોતી છે. મકર રાશિ માટે મોટી પનોતીનો ત્રીજો તબક્કો પગેથી સોનાના પાયે પસાર થાય છે અને ચિંતાદાયક રહેશે
  • કુંભ રાશિ માટે મોટી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છે અને છાતીએથી પસાર થતી હોય લક્ષ્મીદાયક રહેશે
  • મીન રાશિ માટે મોટી પનોતીનો પહેલો તબક્કો રૂપાના પાયે છે, માથેથી પસાર થાય છે અને તે લક્ષ્મીદાયક રહેશે

પનોતી હોય તેણે શું કરવું

પનોતી છે તેમ સાંભળવાથી ઘણા માણસો વહેમાય છે, પરંતુ તેમ નથી. સાડાસાતી કે નાની પનોતી ઘણા માસણોને લાભ પણ આપે છે. તેનો નિર્ણય ગ્રહસ્થિતિ ઉપરથી થઇ શકે છે. સામાન્યપણે એક પરિવારના તમામ માણસોને એક વ્યક્તિને ચાલતી પનોતી નડે છે. ભાગીદારોને પણ તેમજ સમજવું. તે કિસ્સામાં દક્ષિણાભિમુખી હનુમાનની ઉપાસના કરવી. શંકર ભગવાનની રૂદ્રી, ચંડીપાઠ કરાવવા તેમજ કાળા વસ્ત્રનું દાન કરવું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *