Rajkot: શરમ કરો! એક જ ક્લાસમાં 1થી 5 ધોરણના બાળકો કેવી રીતે ભણી શકે?

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : એક તરફ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે સરકાર મહેનત કરી રહી છે. અને મોટા મોટા બણગા પણ ફુકી રહી છે કે સરકારી શાળામાં તમારા બાળકોને ભણાવો. પણ જે પ્રાથમિક સરકારી શાળામાં 1થી 5 ધોરણના બાળકોને એક જ ક્લાસમાં બેસાડીને ભણાવવામાં આવતા હોય ત્યાં વાલીઓ કેવી રીતે તેના બાળકોને ભણાવે. આવી જ એક સરકારી શાળા છે જેતલસરમાં.જ્યાં કુમાર શાળામાં 1થી 5 ધોરણના વદ્યાર્થીઓને એક સાથે ભણાવવામાં આવે છે.

જેતલસર જંકશન કુમાર શાળામાં ભણાવતા ગોહિલ ભુમિબાએ જણાવ્યું હતું કે મારી નિમણુક આ શાળામાં 14/7/2022માં થઈ હતી. આ સ્કુલનું નામ જેતલસર જંકશન કુમાર શાળા છે.આ સ્કુલની સ્થાપના 1927ના રોજ થઈ હતી. હું અહિંયા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવુ છું. આ સાથે જ હું અહિંયા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવુ છું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે આ સ્કુલમાં હું મુખ્ય શિક્ષક અને એક પ્રવાસી શિક્ષક રાખ્યા છે. અહિંયા વિદ્યાર્થીઓની સંખ્યા 13 છે. અહિંયા 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ છે. પહેલુ બીજુ તરફ પ્રજ્ઞાના છે તે હું સંભાળુ છું. અને 3થી 5 ધોરણ પ્રવાસી શિક્ષક સંભાળે છે.

અહિંયા ગામની વસ્તી 2500થી 3000 છે.અમે ઉપર રજુઆત પણ કરી છે કે સંખ્યા વધારવા માટે.અમે આઉટ સોર્સિંગ પણક રીએ છીએ. આ વર્ષે અમે 6-7 વિદ્યાર્થીઓને આ રીતે એડમિશન આપ્યું છે. પહેલા આ સ્કુલમાં ઘણી સંખ્યા પણ સમય જતા જતા સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ભુમિબાએ જણાવ્યું હતું કે પ્રાઈવેટ સ્કુલની સંખ્યા વધતી જાય છે.જેથી વાલીઓ સરકારી સ્કુલના બદલે પ્રાઈવેટ સ્કુલમાં બેસાડવાનો આગ્રહ રાખે છે.

જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે આમ કો જેતલસર ગામ ખુબ પ્રગતિશિલ અને આગળ પડતુ ગામ છે.આ ગામમાં કુમાર શાળા અને કન્યા પ્રાથમિક શાળા એમ બે છે. છેલ્લા 8-10 વર્ષથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે.અત્યારે જે કુમાર શાળા છે ત્યાં અત્યારે માત્ર 8-9 બાળકો જ છે.

બાળકો ઓછા થવાના કારણો ઘણા બધા છે. શહેરી કરણ, માતા-પિતા માઈગ્રેટેડ થાય છે, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો ઘણી બધી વધી રહી છે. વાલીઓ તેની આર્થિક પરિસ્થિતિ મુજબ પોતાના બાળકોને ભણવા મોકલે છે.એટલે આ બધા કારણો જોતા અત્યારેઆ શાળામાં માત્ર 8-9 જ બાળકો છે.

8-9 બાળકો માટે અલગ અલગ વિષય શિક્ષકને પ્રાધાન્ય ન મળે તે હેતુથી કુમાર કન્યા છાત્રાલયના બાળકોને સાથે બેસાડીને ભણાવવામાં આવે છે.  જેથી બધા વિદ્યાર્થીઓને શિક્ષક મળી રહે. તે માટે મર્જ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ નિર્ણય લીધો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Government School, Local 18, રાજકોટ, શિક્ષણ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *