સુરતમાં એસજીએસટીએ 15 બોગસ પેઢીઓનું 269.75 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યુ

0

[ad_1]

  • એન્ફોર્સમેન્ટ વિંગે ૧૫ શંકાસ્પદ પેઢીઓ પર તપાસ કરી
  • આગામી દિવસોમાં રિકવરી અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા
  • દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદ 23 પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી

રાજ્યમાં સતત વધી રહેલા બોગસ બિલિંગના કૌભાંડને નાબૂદ કરવા માટે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં શંકાસ્પદ પેઢીઓ પર તપાસ કામગીરી શરુ કરવામાં આવી છે. જેના અંતર્ગત સુરતમાં પણ છેલ્લા છ દિવસથી અનેક પેઢીઓ પર તપાસ કરી કરોડોનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યુ છે. ગુરુવારે પણ સુરત અને દક્ષિણ ગુજરાતમાં કુલ 15 પેઢીઓ પર વેરિફિકેશનની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તમામ 15 પેઢીઓ બોગસ હોવાનું પુરવાર થયુ હતુ.

જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિવિધ સ્ત્રોતના માધ્યમથી મળેલી માહિતીઓના આધારે એન્ફોર્સમેન્ટ વિંગે ગુરુવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કેમિકલ, સ્ક્રેપ, ટેક્સટાઇલ, ફર્નિચર સહિતના નામ પર રજીસ્ટર્ડ 15 જેટલી પેઢીઓ પર ફિઝિકલ વેરિફિકેશનની કામગીરી શરુ કરી હતી. તપાસ દરમિયાન તમામ પેઢીઓ બોગસ નીકળી હતી. આ પેઢીઓ દર્શાવેલા સરનામા પર મળી નહતી અને જેમના નામ પર રજીસ્ટર્ડ હતી તેઓ પણ મળ્યા નહતા. ૧૫માંથી ૧૨ પેઢીઓમાં ડોક્યૂમેન્ટમાં ચેડા કરી રજીસ્ટ્રેશન લીધા હોવાનું બહાર આવ્યુ હતુ. આ તમામ પેઢીઓ દ્વારા 269.75 કરોડ રુપિયાના બોગસ બિલો વેચી 37.56 કરોડ રુપિયાની ક્રેડિટ પાસઓન કરવામાં આવી હતી. કૌભાંડ કરનારા વેપારીઓ પલાયન કરી ગયા હોવાથી હવે જે લોકોએ તેમની પાસે બિલ ખરીદીને ક્રેડિટ મેળવી છે તેમની પાસેથી ટેક્સની રિકવરી હાથ ધરવામાં આવશે.

આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેવાની સંભાવના

જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના કેસોમાં શરુ કરવામાં આવેલુ રાજયવ્યાપી અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી સંભાવના છે. ડિપાર્ટમેન્ટ પાસે હાલ પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ વેપારીઓની માહિતી છે જેમની પાસેથી રિકવરી કરવામાં માટે વેરિફિકેશન અને ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *