સેન્સેકસ 773 અંકના કડાકા સાથે 60205 પર બંધ, રોકાણકારોમાં હાહાકાર

0

[ad_1]

  • બજારમાં પ્રોફિટબુકિંગનો દોર હાવી રહ્યો
  • રોકાણકારોમાં હાહાકાર, બેન્કિંગ શેર્સ તૂટયા
  •  સેન્સેક-નિફટી 1%થી વધુ તૂટ્યા

બજેટના બરાબર એક અઠવાડિયા પહેલાં બજાર ધડામ થયું. ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનો ત્રીજો ટ્રેડિંગ સેશન દિવસ ખૂબ જ ખરાબ રહ્યો. ધીમી શરૂઆતની સાથે જ જેમ-જેમ દિવસ આગળ વધ્યો તેમ બજાર તૂટવા લાગ્યું. દિવસના અંતે ભારતીય શેરબજારો નીચા મથાળે બંધ રહ્યા. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 773 અંકના કડાકા સાથે 60205 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 206 અંકના કડાકા સાથે 17911 પર બંધ રહી.

બજાર શરૂઆતના બે કલાકમાં જ ક્રેશ થઇ ગયું. સેન્સેકસ સવારે 11.30 વાગ્યે જ 869 અંક ઘટીને 60109 અને નિફટી 254.70 અંક ઘટીને 178630 પર બંધ રહી. શેરબજારમાં વેચવાલીનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને તેનું દબાણ એટલું વધી ગયું કે માર્કેટ ક્રેશ થઇ ગયું. પબ્લિક સેકટરની બેન્કોના શેરમાં જબરદસ્ત ઘટાડો આવ્યો. આ અંદાજે ત્રણ ટકાથી વધુ તૂટ્યો. તો અદાણી ગ્રૂપના શેર્સ ધડામ થયા હતા.

અદાણીના શેર્સમાં સુનામી

દિવસના ટ્રેડિંગ સેશન દરમ્યાન અદાણી ગ્રૂપના શેરમાં ધબડકો જોવા મળ્યો હતો. એક સમયે અદાણી પોર્ટસનો શેર 6.59 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝલ લિ.નો શેર 2.93 ટકા, અદાણી વિલ્મર લિ.નો શેર 4.37 ટકા, અંબુજા સિમેન્ટ લિમિટેડનો શેર પણ 7.21 ટકા તૂટી ગયો હતો.

બેન્કિંગ શેરોમાં જબરદસ્ત ઘટાડો

શેરબજારમાં આવેલી સુનામીની અસર બેન્કિંગ શેરો પર પણ જોવા મળી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી લઇ એચડીએફસી બેન્ક સુધીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બેન્ક ઓફ બરોડાનો શેર 5.73 ટકા તૂટ્યો હતો. આ જ રીતે બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 5.54 ટકા, કેનેરા બેન્ક 4.98 ટકા પર પહોંચી ગયો હતો.

માત્ર અદાણી ગ્રૂપના જ નહીં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇંડસ ટાવર્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *