સેન્સેકસ 169 અંકની રિકવરી સાથે 59500 પર બંધ

0

[ad_1]

  • શેરબજારમાં દિવસ દરમ્યાન વોલેટાલિટી જોવા મળી
  • સેન્સેકસના 30 શેરમાંથી 18 શેર તેજી સાથે બંધ
  • નિફટીના 59 શેરમાંથી 29 શેરમાં તેજી, 21માં મંદી

સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં દિવસ દરમ્યાન વોલેટાલિટી જોવા મળી હતી. બજાર સવારે નીચા મથાળે ખૂલ્યા બાદ દિવસના અંતે રિકવર સાથે બંધ રહેવામાં સફળ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 169 અંકની રિકવરી સાથે 59500 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 44 અંકની રિકવરી સાથે 17648 પર બંધ રહ્યો.

સેકટરોલ ઇન્ડેકસની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં આઇટી અને બેન્કિંગ સેકટરના શેરમાં ખરીદી જોવા મળી જ્યારે ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં પ્રોફિટબુકિંગ જોવા મળ્યું છે. સેન્સેકસના 30 શેરમાંથી 18 શેરમાં તેજી જોવા મળી જ્યારે 12 શેર ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફટીના 50 શેરમાંથી 29 શેરમાં તેજી અને 21 શેર મંદી સાથે બંધ રહ્યા. 

રોકાણકારોને નુકસાન

શેરબજાર ભલે તેજી સાથે બંધ રહ્યું હોય. પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપ 268.60 લાખ કરોડ રૂપિયા રહી છે જે ગયા સત્રમાં 269.65 લાખ કરોડ રૂપિયા રહી હતી. એટલે કે રોકાણકારોને 1.05 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 11.78 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂકયું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *