વૈશ્વિક બજારમાંથી મિશ્રપ્રતિસાદ, સેન્સેકસ 60100 પર ખૂલ્યો

0

[ad_1]

વૈશ્વિક બજારોમાંથી મિશ્રપ્રતિસાદ મળી રહ્યો છે. તેના લીધે બજારમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 3.41 અંક 60102 ઘટીને પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 6.55 અંક વધીને 17902 પર ખૂલ્યો.

IIP અને CPI ગ્રોથના આંકડા આજે આવશે

આજે ડિસેમ્બર રિટેલ મોંઘવારી દરના આંકડા આવશે. ડિસેમ્બરમાં અંદાજે 5.45 ટકા CPI મોંઘવારી સંભવ છે. તો IIP ગ્રોથમાં ઘટાડો જોવા મળી શકે છે. નવેમ્બરમાં 2.7 ટકા IIP ગ્રોથનો અનુમાન છે.

આજે આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવશે

આજે ઇન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, આનંદ રાઠી વેલ્થ, જીટીપીએસ હૈથવેના ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો આવશે.

એશિયામાં સપાટ કામકાજ જોવા મળી રહ્યા છે. મોંઘવારી દરના આંકડા પહેલાં આજે અમેરિકન ફયુચર્સ પર નજીવું દબાણ છે. જો કે અમેરિકન બજારો ગઇકાલે મજબૂતાઇથી બંધ થયા હતા. બીજીબાજુ ક્રૂડતેલમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેનો ભાવ 3 ટકા વધીને 83 ડોલરને પાર જતો રહ્યો છે. સોનાની મજબૂતી કાયમ છે. કોમેક્સ પર તેનો બાવ 1880 ડોલરને પાર દેખાઇ રહ્યો છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *