વિમેન્સ ટી20 વર્લ્ડ કપ માટે માત્ર મહિલા અમ્પાયર્સ-રેફરીની પસંદગી

0


  • ક્રિકેટની કોઈ મેજર ઇવેન્ટમાં તમામ અધિકારીઓ મહિલાઓ હશે તેવો પ્રથમ બનાવ
  • આઇસીસી પેનલમાં સાત મહિલા અધિકારીઓનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો
  • 34 વર્ષીય ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોતાના ચોથા ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે

આઇસીસીએ આગામી મહિને સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાનારા વિમેન્સ ટી20 વર્લ્ડ કપના અમ્પાયર્સ તથા મેચ રેફરી માટે તમામ મહિલા અધિકારીઓની પસંદગી કરી છે. ક્રિકેટની કોઈ મેજર ઇવેન્ટમાં તમામ અધિકારીઓ મહિલાઓ હશે તેવો પ્રથમ બનાવ બનશે.

આઇસીસીએ જાહેર કરેલી ત્રણ મેચ રેફરી અને દસ અમ્પાયર્સમાં ભારતની ત્રણ અમ્પાયર્સનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ અમ્પાયરમાં જીએસ લક્ષ્મી, વૃંદા રાઠી તથા જનની નારાયણનનો સમાવેશ થાય છે. આઇસીસીએ પોતાના ઐતિહાસિક નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં મહિલાઓની ભાગીદારી તથા દૃશ્યતાને આગળ વધારવા માટે આ આઇસીસીની રણનીતિનો હિસ્સો છે.

આઇસીસી પેનલમાં સાત મહિલા અધિકારીઓનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની રાઠી અને જનનીએ ચાલુ મહિનાની શરૂઆતમાં બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા અધિકારીઓ બની હતી. આ બંને પ્રથમ વખત કોઈ ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. આઇસીસીના જનરલ મેનેજર વસીમ ખાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષમાં વિમેન્સ ક્રિકેટ જલદીથી આગળ વધી રહ્યું છે. વધારેમાં વધારે મહિલાઓને ઉચ્ચ સ્તરે કાર્ય કરવા મળે તે અમે સુનિશ્ચિત કરી રહ્યા છે. ક્લેયર પોલોસાક સૌથી અનુભવી અમ્પાયર છે અને તેણે 2016 બાદ પ્રત્યેક વિમેન્સ વર્લ્ડ કપ, ટી20 તથા વન-ડેમાં અમ્પાયરિંગ કરવાનો પોતાનો રેકોર્ડ અકબંધ રાખ્યો છે. 34 વર્ષીય ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોતાના ચોથા ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરશે. ઇંગ્લેન્ડની રેડફર્ન, વેસ્ટ ઇન્ડિઝની જેકલીન વિલિયમ્સ તથા ન્યૂઝીલેન્ડની કમ કોટન પોતાના ત્રીજા વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં સામેલ થશે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *