– રાબેતા મુજબ સાત વાગ્યે મૃતક ઘરે નહીં પહોંચતા પત્નીએ દિયરને જાણ કરીઃ નાનો ભાઇ શોધવા નીકળ્યો તો બાઇક નજીક લોહીલુહાણ હાલતમાં મૃત મળ્યો
– ગાર્ડની સાથે લોન અપાવવાનું અને ફાઇનાન્સનું પણ કામ કરતો હોવાથી નાંણાકીય લેતીદેતીમાં હત્યાની આશંકા
સુરત
હજીરા રોડના ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળના રસ્તા ઉપર સિક્યુરીટી ગાર્ડ યુવાનને બાઇક સવાર મોંઢા ઉપર માસ્ક અને માથા ઉપર ટોપી પહેરેલા ત્રણ અજાણ્યાએ ઉપરાછાપરી ચપ્પુના પાંચથી સાત ઘા મારી રહેંસી નાંખતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. ઓએનજીસી કોલોનીમાં ગાર્ડ ઉપરાંત લોન અપાવવાનું અને ફાયનાન્સનું કામ કરનારની હત્યા નાંણાકીય લેતીદેતીમાં થઇ હોવાની આશંકા સેવાય રહી છે.
હજીરા રોડના ભાટપોર ગામની નંદાલય રેસીડન્સીમાં રહેતો અને સન સિક્યુરીટી એજન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો રોહિતગીરી મકસુદનગીરી (ઉ.વ. 26 મૂળ રહે. રીયાવ ગામ, તા.