ટ્રેડિંગ માટે ASBA જેવી પ્રક્રિયા માટે સેબીનું કન્સલ્ટેશન પેપર

0

[ad_1]

  • રોકાણકારોને સેકન્ડરી માર્કેટમાં બ્લોક્ડ ફંડ્સને આધારે ટ્રેડની સુવિધા આપશે
  • જેથી સ્ટોક બ્રોકર્સને ફંડ ટ્રાન્સફ્ર કરવાની જરૂરિયાત રહેશે નહીં
  • એસ્બા હેઠળ બ્લોક કરવામાં આવેલું ફંડ બેંક પાસે જ જમા રહે

શેરબજાર ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સના જોખમમાં વધુ ઘટાડાના ભાગરૂપે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ્ ઈન્ડિયાએ ફંડને ટેડરના ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં શિફ્ટ કરવાના બદલે તેને બેંક એકાઉન્ટમાં જ બ્લોક કરવાની જોગવાઈને લઈને ચર્ચા કરવા માટે કન્સલ્ટેશન પેપર રજૂ કર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે સેકન્ડરી માર્કેટમાં પણ ફંડને બ્લોક કરવાની સુવિધા રજૂ કરવા માટે જાહેર જનતાના સૂચનો મંગાવ્યાં છે. જે રોકાણકારોને સેકન્ડરી માર્કેટમાં બ્લોક્ડ ફંડ્સને આધારે ટ્રેડની સુવિધા આપશે. જેથી સ્ટોક બ્રોકર્સને ફંડ ટ્રાન્સફ્ર કરવાની જરૂરિયાત રહેશે નહીં.

ચર્ચા પત્રમાં ક્લાયન્ટ અને ક્લિયરિંગ કોર્પોરેશન વચ્ચે ડાયરેક્ટ સેટલમેન્ટ ઓફ્ ફંડ્સ અને સિક્યુરિટીઝ મારફ્તે ક્લિયરિંગ કોર્પોરેન્શનને ક્લાયન્ટ-લેવલ સેટલમેન્ટ(પે-ઈન અને પે-આઉટ બંને) વિઝિબિલિટી પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. જો આમ શક્ય બનશે તો તે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની અરજી વખતે કરવામાં આવતી પ્રક્રિયા સમાન બની રહેશે. આઈપીઓમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ(એસ્બા) મારફતે ઈન્વેસ્ટર્સની અરજીને સ્વીકારવામાં આવે છે. એસ્બા હેઠળ બ્લોક કરવામાં આવેલું ફંડ બેંક પાસે જ જમા રહે છે. જેના પર ગ્રાહકને વ્યાજની રકમ પણ મળતી રહે છે. સેબીના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્રક્રિયા ગ્રાહકોની એસેટ્સના બ્રોકર્સની નાદારી તેમજ તેના દુરુપયોગથી રક્ષણ આપવા માટે છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ ટ્રેડર્સે ફંડ્સને તેના ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરાવવાનું રહે છે. જે ટ્રેડિંગ માટે કોલેટરલ તરીકે ઉપયોગમાં આવે છે. સ્ટોક બ્રોકર્સ તેમના પ્રોપરાઇટરી ટ્રેડ્સ અને તેમના ક્લાયન્ટ્સના ટ્રેડ માટે ક્લિયરિંગ મેમ્બર પાસે કોલેટરલ મૂકે છે. જેઓ ટ્રેડ સેટલમેન્ટ માટે ક્લિયરિંગ કોર્પોરેશન્સ પાસે ફ્રીથી કોલેટરલ રજૂ કરે છે. આ વ્યવસ્થામાં સ્ટોક બ્રોકર અથવા ક્લિયરિંગ મેમ્બર પાસે પડેલું ક્લાયન્ટ્સના કોલેટરલનો દુરુપયોગ થઈ શકે છે. આ જ રીતે, જો કોઈ સ્ટોક બ્રોકર ડિફેલ્ટ થાય તો ક્લાયન્ટને ચૂકવવાનું થતું પે-આઉટ પણ જોખમમાં પડી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *