સીલિંગ ઝૂંબેશ: રૂ.50,000થી વધુ ટેક્સ બાકી હોય તેવી મિલકતો સીલ કરાશે

0

[ad_1]

  • એક પખવાડિયામાં 2,731 મિલકત સીલ, અત્યાર સુધીમાં 7704 મિલકત સીલ
  • તા.31 માર્ચ સુધી ટેક્સ રીબેટ સ્કીમ અમલી, રૂ.16.02 કરોડની આવક
  • 31 ડિસે. સુધી 43,707 કરદાતાઓએ સ્કીમનો લાભ લીધો, રૂ.41.74 કરોડની આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવા આગામી દિવસોમાં સીલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે અને રૂ. 50,000થી વધુ રકમનો ટેક્સ બાકી હોય તેવા નાગરિકોની મિલકતો સીલ કરવામાં આવશે.

ચાલુ વર્ષ દરમિયાન ટેક્સ વિભાગ દ્વારા કુલ 7,704 જેટલી મિલકતોને સીલ કરી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન 2,731 જેટલી મિલકતોને સીલ કરાઈ છે. સૌથી વધારે પૂર્વ ઝોનમાં સૌથી વધુ 1,509 મિલકતોને સીલ કરાઈ છે. મ્યુનિ. દ્વારા તા. 6 જાન્યુઆરીથી તા. 31 માર્ચ સુધી ટેક્સ રીબેટ સ્કીમ અમલમાં મૂકાઈ છે અને અત્યાર સુધીમાં લગભગ 16,000થી વધુ નાગરિકોએ તેનો લાભ લીધો છે અને રૂ. 16.02 કરોડની આવક થઈ છે. ટેક્સ અરજીઓનો ત્વરિત નિકાલ થાય તેના માટે લોક દરબાર નું આયોજન કરાશે. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના 2.022ને આગામી માર્ચ નું 2,023 સુધી લંબાવવામાં આવી છે. તા.31 ડિસેમ્બર 2022 સુધીમાં 43,707 જેટલા ટેક્સ ધારકોએ આ સ્કીમનો લાભ લીધો છે અને રૂ. 41.74 કરોડની આવક થઈ છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, AMCની ટેક્સની આવક વધે અને લોકો ટેક્સ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તેના માટે અવાર નવાર પ્રોત્સાહક સ્કીમો આપવામાં આવે છે છતાં પણ કેટલાક ટેક્સ ધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી તેઓને અવારનવાર નોટિસ આપવામાં આવે છે છતાં પણ ટેક્સ ભરવામાં આવતા તેમની મિલકતને સીલ કરાય છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 7704 જેટલી મિલકતોને સીલ કરાઈ છે. ટેક્સ વિભાગમાં પેન્ડિંગ એપ્લિકેશન બાબતે ત્રણ બાબતોને નક્કી ક2વામાં આવી છે. જેમાં જે પણ જૂની એપ્લિકેશન છે. તેને નવી એપ્લિકેશનમાં સ્કેન કરી અને નાખવા માટે સ્કેનરો વધારવા સૂચના આપી છે. ટેક્સ અરજીઓનો ત્વરિત નિકાલ થાય તેના માટે લોક દરબારનું આયોજન કરાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *