– પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સોને ઝડપી લેવા જાળ બિછાવી
– વેપારીએ સ્ક્રેપનાં રૂપિયા મોકલી આપ્યા પરંતુ માલ પહોંચ્યો જ નહીં : ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભાવનગર : ભાવનગર શહેરના મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારીએ દ્વારકા પાસે આવેલ મીઠાપુર ગામમાંથી ખરીદ કરેલ સ્ક્રેપ પેટે રૂા. ૧૧.૯૯ લાખ ચૂકવી દીધા હોવા છતાં માલ નહીં મોકલી વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.