25 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
25 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGujaratમાં એક દિવસમાં સરેરાશ 25 મેટ્રિક ટન ઘરગથ્થુ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

Gujaratમાં એક દિવસમાં સરેરાશ 25 મેટ્રિક ટન ઘરગથ્થુ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ


પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

કચરાનો યોગ્ય નિકાલ જરૂરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા તેમજ દેશને પ્રદૂષણમુક્ત કરવા પ્રદૂષણલક્ષી યોજના, સ્વચ્છ ભારત મિશન સાથે કચરાનું યોગ્ય નિકાલ માટે રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ જેવી અનેક પહેલ અને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અને કલાયમેન્ટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાના માર્ગદર્શનમાં અને GPCB બોર્ડ દ્વારા ઔધોગિક જોખમી કચરાનું યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ‘ટોપ પર્ફોમર’ રાજ્ય બની રહ્યું છે.

 ૨૮ મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે

રાજ્યમાં એક દિવસમાં સરેરાશ ૨૮ મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે જે પૈકી સરેરાશ ૨૫ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કચરાને રિસાયક્લિંગ કરી તેનો ખાતર બનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજિત ૩૦,૦૭૩ મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ધન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૦,૩૨૦ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાને એકત્રિત કરી ૯,૦૩૧ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયું. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૯,૪૩૬ મેટ્રિક ટન કચરા પૈકી ૯,૮૩૨ મેટ્રિક ટન કચરાનો નિકાલ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦,૩૧૭ મેટ્રિક ટન ધન કચરો એકત્રિત કરી ૮,૮૭૨ મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

જોખમી કચરાનો નિકાલ

GPCB કો-પ્રોસેસીંગનો કોન્સેપ્ટ અપનાવવમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. “કચરામાંથી કંચન”ના અભિગમ હેઠળ ઔદ્યોગિક ઘન કચરો સિમેન્ટ ઉદ્યોગની અંદર બળતણ અથવા કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો કો-પ્રોસેસીંગ થકી સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૦૬ મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વર્ષ ૨૦૦૯ થી માર્ચ-૨૦૨૪ સુધીમાં રાજ્યમાં સિમેન્ટ કિલ્નમાં આશરે ૯૪ લાખથી વધુ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો પણ કો-પ્રોસેસીંગ થકી નિકાલ કરાયો છે.

લીગસી વેસ્ટ

જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો, તે ઘન કચરો લીગસી વેસ્ટમાં પરિવર્તે છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. આ પ્રદૂષણને અટકાવવા છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરીને તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ અંદાજીત ૧૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો નિકાલ કર્યો છે. જેના પરિણામરૂપે અમદાવાદ શહેરનો લગભગ ૪૦ એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે.

પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટેના કાયદાઓ

ભારત સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ માટે ઘણા નિયમો અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ઉપરાંત, તેમાં પર્યાવરણીય સંરક્ષણ, જળ ઉપકર, જોખમી રાસાયણિક ઉત્પાદન, તેના સંગ્રહ અને આયાત અંગેના નિયમો, કચરાના વ્યવસ્થાપન અંગેના નિયમો, રાસાયણિક અકસ્માતો અંગેના આપત્તિ વ્યવસ્થાપન નિયમો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ઓઝોન ઘટાડાવા પદાર્થોને લગતા નિયમો અને અવાજ, જળ અને જમીન પ્રદૂષણ વગેરે અંગેના કાયદાનો સમાવેશ થાય છે. દેશમાં, કેન્દ્રીય અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેટલીક અન્ય સમિતિઓ પણ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને તેને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા સતત દેખરેખ રાખે છે.

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૨ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય નાગરિકોને પ્રદૂષણને નિયંત્રિત કરવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાના ઉમદા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ ૧૯૮૪માં ભોપાલમાં થયેલી ગેસ દુર્ધટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે યાદ કરવાનો પણ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય