ઘરમાં ઘુસીને કિશોરીની છેડતી કરનાર સ્કૂલ વાન ચાલકને 3 વર્ષ જેલની સજા

0

[ad_1]

૫ વર્ષથી કિશોરીને સ્કૂલથી લેવા મુકવા માટે આવતો હતો, આધેડ વાન ચાલકનું પૌત્રીની ઉંમરની કિશોરી સાથે ઘૃણાસ્પદ કૃત્ય

Updated: Jan 23rd, 2023


વડોદરા : ૧૪ વર્ષની કિશોરીના ઘરમાં ઘુસીને છેડતી કરવાના ગુનામાં આરોપી સ્કૂલ વાન ચાલકને વડોદરા સેશન્સ કોર્ટે કસુરવાન ઠેરવીને પોક્સે એક્ટ હેઠળ ૩ વર્ષ જેલની સજા અને રૃ.૫ હજાર દંડ ફટકાર્યો છે.

સમાજ માટે જાણવા જેવા આ કિસ્સામાં ૫૫ વર્ષનો સ્કૂલવાન ચાલક દિનેશ જયંતિ ભાવસાર (રહે.આદર્શ નગર સોસાયટી, કમલાનગર, આજવારોડ) ૧૪ વર્ષની કિશોરી અને તેની ૧૭ વર્ષની બહેનને ઘરથી સ્કૂલ લેવા મુકવા માટે પાંચ વર્ષથી આવતો હતો. ગત તા.૩૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ કિશોરીના માતા પિતા જોબ પર ગયા હતા અને મોટી બહેન ટયૂશનમાં ગઇ હતી. આ સમયે કિશોરી એકલી હતી એટલે દિનેશ ભાવસાર ઘરમાં ઘુસી ગયો હતો અને પીવા માટે પાણી માગ્યુ હતું. કિશોરીએ પાણી આપ્યા બાદ ચાની માગણી કરી હતી કિશોરીએ ચા બનાવીને આપી હતી જે બાદ પૌત્રીની ઉમરની કિશોરી પર નજર બગાડીને ૫૫ વર્ષના દિનેશ ભાવસારે કિશોરીને પોતાના ખોળામાં બેસવા કહ્યું હતું.

કિશોરીએ ના પાડતા દિનેશે તેને પોતાની તરફ ખેંચી હતી અને કિશોરીનું ટિશર્ટ ઊંચુ કરીને છેડતી કરી હતી આથી ગભરાયેલી કિશોરી દિનેશને ધક્કો મારીને ઘરમાંથી બહાર નીકળી ગઇ હતી. દિનેશ ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ સાંજે માતા પિતા આવતા કિશોરીએ આખી ઘટના વર્ણવી હતી એટલે કિશોરીના પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં દિનેશ ભાવસાર સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસ વડોદરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા અધિક સેશન્સ જ્જ બી.જે.દવેએ દિનેશ ભાવસારને ૩ વર્ષની સખત જેલ અને રૃ.૫ હજારનો દંડ ફટકારતા નોંધ્યુ હતુ કે શાસ્ત્રોમાં પણ આવા આરોપીઓને ઉચ્ચીત દંડની જોગવાઇ છે આવા આરોપીઓ સમાજ માટે ખતરનાક છે માટે સજા એટલે કે દંડ દ્વારા જ સમાજમાં ન્યાય સ્થાપિત થઇ શકે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *