આધાર કાર્ડ લીંક કરવા બનાવટી રબર સ્ટેમ્પના ઉપયોગનું કૌભાંડ ઝડપાયું

0

[ad_1]

ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસના દરોડાથી દોડધામ

નવા વાડજના મ્યુનિ. કાઉન્સીલરના સ્ટેમ્પ બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું ઃ છ લોકોની અટકાયત

Updated: Jan 23rd, 2023

અમદાવાદ


વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ લીંક કરવા માટે નવા
વાડજના મહિલા કોર્પોરેટરના  બોગસ સ્ટેમ્પનો
ઉપયોગ કરીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.  ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે શીવરંજની ચાર
રસ્તા પાસે આવેલા પોપ્યુલર પ્લાઝાના આધાર સેવા સાયબર કાફેમાં દરોડા પાડીને છ લોકોની
અટકાયત કરીને ફોર્મ તેમજ રબર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. જેમાં મોટું કૌભાંડ બહાર આવવાની
શક્યતા છે. 
સમગ્ર બનાવની વિગતો એવી છે કે નવા વાડજ વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર
ભાવનાબેન વાઘેલાને ખાનગીમાં માહિતી મળી હતી કે તેમના કોર્પોરેેટર તરીકેના બનાવટી રબર
સ્ટેમ્પનો દુરઉપયોગ કરીને આધારકાર્ડ લીંક કરવાના ફોર્મમાં લગાવીને ખોટી સહી કરવામાં
આવે છે. જેેના આધારે તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસને આધારે શીવરંજની ચાર
રસ્તા પાસે પોપ્યુલર પ્લાઝામાં આવેલા આધાર સેવા સાયબર ક્રાઇમમાં દરોડા પાડયા ત્યારે
કોર્પોરેટર ભાવનાબેન વાઘેલાનો બનાવટી સ્ટેમ્પ મળી આવ્યો હતો અને તેમની સહી અને સિક્કા
વાળા ફોર્મ પણ મળી આવ્યા હતા. જે અંગે પોલીસે છ લોકોની અટકાયત કરીને વધુ પુછપરછ હાથ
ધરી છે. જેમાં લોકો પાસેથી નાણાં વસુલીને આ કામગીરી કરવામાં આવી હતી અને અનેક લોકોના
બનાવટી સિક્કા  અને સહી વાળા આપ્યા હોવાનું
પણ જાણવા મળ્યું છે.

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *