હિન્દી સહિતની ભાષાઓમાં SCના ચુકાદા ઉપલબ્ધ થશે

0

[ad_1]

  • CJI ચંદ્રચૂડે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ પર પણ ભાર આપ્યો
  • કોર્ટમાં ટેક્નિકની મદદથી વ્યાપક પરિવર્તન લાવી શકાય છે : CJI
  • સુપ્રીમ કોર્ટના ચુકાદાને દરેક ભાષામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ શરૂ કરાયું

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની નકલ હવે જલદી જ હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાશે. તેનાથી લોકોને પોતાની ભાષામાં કોર્ટના ચુકાદાની જાણકારી મળશે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે દેશના અંતિમ વ્યક્તિને પણ સસ્તામાં ઝડપથી ન્યાય મળે તે માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરાશે.

જ્યાં સુધી દેશના નાગરિકને તે ભાષામાં કોર્ટના ચુકાદાની જાણકારી નહીં મળે, જે ભાષાને તે સમજે છે ત્યાં સુધી ન્યાય વ્યવસ્થાની સાર્થકતા સાબિત નહીં થાય. સીજેઆઇએ કહ્યું હતું કે કોર્ટમાં ટેક્નિકની મદદથી વ્યાપક પરિવર્તન લાવી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને દરેક ભાષામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ શરૂ કરી દેવાયું છે. વ્યવસ્થાને દરેક વ્યક્તિ માટે બનાવાઇ છે.

તેથી વ્યવસ્થા વ્યક્તિની ઉપર ન હોઇ શકે. મુખ્ય ન્યાયમૂર્તિએ કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ પર પણ ભાર આપ્યો હતો અને કહ્યું હતું કે મારું મિશન છે કે કોર્ટ પેપરલેસ અને ટેક્નિક સુગમ બને. તેમણે કોર્ટમાં મહિલાઓની ભાગીદારી વધારવાની પ્રશંસા કરતા યુવા અને નવા વકીલોને વધારે તક આપવા પર ભાર આપ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *