28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો, 59 દરવાજા ખોલાયા | Saurashtra largest...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો, 59 દરવાજા ખોલાયા | Saurashtra largest Shetrunji Dam overflows opens 59 gates



– ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સવારે 5.30 કલાકે ઓવરફલો 

– સવારે 20 દરવાજા, પછી 40 અને ત્યારબાદ પાણીની આવક વધતા 59 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી 5,310 કયુસેક પાણીની આવક-જાવક શરૂ, પાણી નદી મારફત દરિયામાં છોડાયુ 

ભાવનગર : ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આજે સોમવારે વહેલી સવારે ઓવરફલો થયો હતો તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક શરૂ છે. શેત્રુંજી ડેમનુ પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવી રહ્યુ છે. શેત્રુંજી ડેમ ચાલુ વર્ષે પણ છલકાતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં ગત રવિવારે રાત્રીના ૧૦ કલાકે ૮૧૧૭ કયુસેક પાણીની આવક શરૂ હતી અને સપાટી ૩૩.પ ફૂટે પહોંચી હતી પરંતુ ત્યારબાદ રાત્રીના ૧ર કલાકે પાણીની આવક વધીને ૧૬,ર૩ર કયુસેક થઈ હતી અને મોડીરાત્રીના ર કલાકે પાણીની આવક વધીને ૩૦,૩પ૦ કયુસેક થઈ હતી, જેના પગલે ડેમની સપાટી ૩૩.૯ ફૂટ પહોંચી હતી. વહેલી સવારે ૪ કલાકે ડેમમાં આવક ઘટીને ૧૬,ર૩ર થઈ હતી અને ડેમ ૯૯ ટકા ભરાય ગયો હતો તેથી સરકારી તંત્ર સાવચેત થઈ ગયુ હતુ અને નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર વગેેરે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. વહેલી સવારે પ કલાકે ડેમ ૧૦૦ ટકા ભરાય ગયો હતો અને ડેમમાં પાણીની આવક ઘટીને ર૦૩૦ કયુસેક થઈ ગઈ હતી. સવારે પ.૩૦ કલાકે શેત્રુંજી ડેમમાં ર૦૩૦ કયુસેક પાણીની આવક શરૂ હતી તેથી ડેમ છલકાયો હતો. શેત્રુંજી ડેમ છલકાતા ડેમના ર૦ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ૧૮૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ત્યારબાદ શેત્રુંજી ડેમમાં સાંજે પ કલાકે પાણીની આવક વધતા ડેમના ૪૦ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ડેમમાં ૩૬૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. સાંજના ૭.૩૦ કલાકે શેત્રુંજી ડેમમાં પાણીની આવક ફરી વધતા ડેમના તમામ એટલે કે પ૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમમાં પ૩૧૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. શેત્રુંજી ડેમ છલકાતા તમામ પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવી રહ્યુ છે તેમ સિંચાઈ વિભાગના અધિકારી બાલધીયાએ માહિતી આપતા જણાવેલ છે. 

શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક વર્ષથી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે તેથી પાણી પ્રશ્ન જોવા મળતો નથી. ઉલ્લેખનીય છે કે, અમરેલી, જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેનુ પાણી નદી મારફતે શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં છોડવામાં આવે છે તેથી અમરેલી અને જુનાગઢ પંથકમાં સારો વરસાદ થાય તેનો ફાયદો ભાવનગર જિલ્લાને મળતો હોય છે. શેત્રુંજી ડેમ છલકાવાનો હોવાથી સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારીઓ આખી રાત જાગીને ફરજ બજાવી હતી.   

સતત 5 માં વર્ષે શેત્રુંજી ડેમ છલકાયો 

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સતત ત્રીજા વર્ષે છલકાયો છે, જેમાં ગત વર્ષે તા. ર૦ ઓગષ્ટ ર૦ર૦ના રોજ છલકાયો હતો, જયારે ગત વર્ષે તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ ઓવરફલો થયો હતો. આ ઉપરાંત શેત્રુંજી ડેમ તા. ૧પ સપ્ટેમ્બર ર૦રર અને ગત વર્ષે તા. ર૧ જુલાઈ ર૦ર૩ તેમજ ચાલુ વર્ષે તા. ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૪ના રોજ ડેમ છલકાયો છે. હાલ શેત્રુંજી ડેમ ઓવરફલો થતા લોકો ગેલમાં આવી ગયા છે.  

શેત્રુંજી ડેમ વર્ષ 2015 બાદ 4 વર્ષ છલકાયો ન હતો 

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી છેલ્લા પાંચ વર્ષથી છલકાય રહ્યો છે તેથી ખેડૂત સહિતના લોકોને રાહત થઈ છે પરંતુ એક સમયે શેત્રુંજી ડેમ સતત ચાર વર્ષ સુધી છલકાયો ન હતો, જમાં શેત્રુંજી ડેમ ગત વર્ષ ર૦૧પમાં ઓવરફલો થયો હતો પરંતુ ત્યારબાદ ચાર વર્ષ સુધી છલકાયો ન હતો તેથી શેત્રુંજી ડેમ છલકાવાની લોકો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ શેત્રુંજી ડેમ ગત વર્ષ ર૦ર૦માં છલકાતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 

શેત્રુંજી ડેમનુ પાણી હાલ માંગણી ન હોવાથી કેનાલમાં ન છોડાયુ 

શેત્રુંજી ડેમ આજે છલકાય ગયો છે અને શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક શરૂ છે પરંતુ હાલ શેત્રુંજી ડેમનુ તમામ પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવી રહ્યુ છે. દર વર્ષે ડેમ છલકાય તો કેનાલમાં પણ પાણી છોડવામાં આવતુ હોય છે પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ હોવાથી શેત્રુંજી ડેમનુ પાણી કેનાલમાં છોડવાની ખેડૂતોની માંગણી નથી તેથી હાલ પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યુ હોવાનુ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે.  

ડેમ છલકાતા સિંચાઈ અને પીવા માટે પાણીની રાહત 

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તળાજા સહિતના કેટલાક પંથકમાં સિંચાઈનુ પાણી મળી રહેશે, જયારે ભાવનગર શહેરમાં પીવાનુ પાણી મળી રહેશે. શેત્રુુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને રાહત થઈ જતી હોય છે તેથી શેત્રુંજી ડેમ ઓવરફલો થાય તે માટે ખેડૂત સહિતના લોકો પ્રાર્થના કરતા હોય છે. ચાલુ વર્ષે ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે તેમ જાણકારો જણાવ્યુ હતું. 

શેત્રુંજી ડેમ છલકાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ આજે છલકાયો છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી ડેમ છલકાયાના મેસેજ ફરતા થતા ડેમની આસપાસના ગામના લોકો તેમજ પાલિતાણા, તળાજા, ભાવનગર સહિતના લોકો ઉમટી પડયા હતાં. શેત્રુંજી ડેમ છલકાતો જોવો એક લાહવો છે તેથી આ લાહવો લેવા માટે લોકો આવતા હોય છે. સાંજના સમયે શેત્રુંજી ડેમે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા તેમ સુત્રોએ જણાવેલ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય