NSE સામે રૂ. 624 કરોડની વસૂલાતના સેબીના આદેશને બાજુ પર રાખતી SAT

0

[ad_1]

  • NSEને ડયૂ ડિવિજન્સમાં નિષ્ફ્ળતા બદલ 100 કરોડની પેનલ્ટી
  • જોકે સેબીના ઓર્ડરમાં તેમની સામેના આરોપોને જાળવી રાખ્યાં છે
  • સેબીનું પ્રતિનિધિત્વ ધ લો પોઈન્ટે કર્યું હતું

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જને તથા પ્લેટફેર્મના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણનને મોટી રાહતમાં સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યૂનલ(સેટ)એ માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી ડિસ્ગોર્જમેન્ટ કેસ હેઠળ કરવામાં આવેલા રૂ. 624 કરોડના ચુકવણાના આદેશને બાજુ પર રાખ્યો છે. ટ્રિબ્યૂનલે એનએસઈને ડયૂ ડિવિજન્સ જાળવવામાં નિષ્ફ્ળતા બદલ રૂ. 100 કરોડનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે. કાનૂની પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ એનએસઈ સામેની તપાસમાં આરોપોને આંશિકપણે બાજુ પર રાખવામાં આવ્યાં છે.

વધુમાં સેટે રામક્રિષ્ણન અને એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ રવિ નારાયણ સામેના ડિસ્ગોર્જમેન્ટ ઓર્ડર્સને પણ બાજુ પર રાખ્યાં છે. બંનેને રાહત આપતાં ટ્રિબ્યૂનલે તેમની પર પાંચ વર્ષના પ્રતિબંધમાંથી અત્યાર સુધી પસાર થઈ ચૂકેલા પિરિયડનો ઘટાડો પણ કર્યો છે. જોકે સેબીના ઓર્ડરમાં તેમની સામેના આરોપોને જાળવી રાખ્યાં છે. ટ્રિબ્યૂનલે આ બાબતે ઈન્ટરવિનર અપીલ્સને રદ કરી હતી અને એનએસઈ સામેની તપાસને આંશિકપણે બાજુ પર રાખી હતી. સુનાવણી દરમિયાન સેટે ઓપીજી સિક્યુરિટીઝ સામેની તમામ તપાસને ગ્રાહ્ય રાખી હતી અને આ મુદ્દે ગેરરીતિની રકમની પુનઃગણતરી કરવા માટે સેબીને મેટર પરત કરી હતી. માર્કેટ રેગ્યુલેટરને પુનઃગણતરી માટે ચાર મહિનાનો સમયગાળો પરત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સેબીનું પ્રતિનિધિત્વ ધ લો પોઈન્ટે કર્યું હતું.

એપ્રિલ 2019માં એનએસઈ સામેના કિસ્સામાં માર્કેટ વોચડોગે એનએસઈને વાર્ષિક 12 ટકા વ્યાજ સાથે રૂ. 624 કરોડ ચૂકવવા માટે જણાવ્યું હતું. સેબીએ સ્ટોક એક્સ્ચેન્જ અને ક્લિઅરીંગ કોર્પોરેશનના રેગ્યુલેશન્સના ભંગ બદલ એપ્રિલ 2014થી આ ગણતરી હાથ ધરી હતી. કેટલાંક ક્લાયન્ટ્સને પસંદગીપૂર્વકની એક્સેસના મુદ્દે એનએસઈ સામે કો-લોકેશન મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *